Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યુ, શું રમઝાનમાં સવારે 5 વાગ્યાથી મતદાન કરાવી શકો છો?

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યુ, શું રમઝાનમાં સવારે 5 વાગ્યાથી મતદાન કરાવી શકો છો?

0
397

નવી દિલ્હી: લોકસભાના પાંચમા તબક્કાનું મતદાન 6 મેએ યોજાશે. રમઝાન દરમિયાન ચૂંટણી કરાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને વિચાર કરવા કહ્યું છે. કોર્ટે પંચને પૂછ્યુ કે શું રમઝાન દરમિયાન સવારે 7 વાગ્યાના સ્થાને સવારે 5 વાગ્યાથી મતદાન કરાવી શકાય છે?

ત્રણ તબક્કાનું બાકી છે મતદાન

રમઝાનના મહિનામાં જલ્દી મતદાન કરાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી કે રમઝાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી બદલીને પાંચ વાગ્યાનો કરી દેવામાં આવે. મતદાનના સમયમાં બદલાવની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવા કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે.

ત્રણ તબક્કાનું મતદાન રમઝાન મહિનામાં થવાનું છે. ભારે ગરમી અને તડકાને જોતા રોજા રાખતા લોકોને રાહત આપવા માટે મતદાનના સમયમાં બદલાવની માંગ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે દેશમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપીમાં તો ગરમીએ છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.