Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રીંગરોડથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં આવતાં 45 ગામોમાં પીવાના પાણીનું કામ શરૂ કરવાનો નિર્ણય

રીંગરોડથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં આવતાં 45 ગામોમાં પીવાના પાણીનું કામ શરૂ કરવાનો નિર્ણય

0
85
  • ફાયનલ પ્લોટોની દરખાસ્તોને સર્વાનુમતે અનુમોદન આપવાનો પણ નિર્ણય કરાયો

  • અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની 284મી બોર્ડ મીટીંગમાં લેવાયેલા નિર્ણયો

ગાંધીનગર: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( ઔડા ) અમદાવાદ ખાતે આજે યોજાયેલી 284મી બોર્ડ મીટીંગમાં જળ જીવન મિશન અંતર્ગત રીંગ રોડથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં આવતાં આશરે 45 જેટલાં ગામોમાં પીવાનું શુધ્ધ પાણી પુરું પાડવાની કામગીરી ચાલુ કરવા અંગે તથા ફાયનલ પ્લોટ તથા રસ્તાઓ અન્વયે પરામર્શ/અનુમોદન અંગે સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઔડાના અધ્યક્ષ મુકેશકુમારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, બારેજા નગર રચના અધિકારી દ્વારા ફાયનલ પ્લોટ નં.159 તથા એફ.પી. 158ની પુન રચના કરતાં સત્તામંડળને સંપ્રાપ્ત થતાં પાયનલ પ્લોટની દરખાસ્તને સર્વાનુમતે અનુમોદન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે સીંગરવાના ફાયનલ પ્લોટને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના હેતુમાં તેમ જ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ( શૈક્ષણિક )ના હેતુ માટે હેતુફેર કરવા અર્થે નગર રચના અધિકારી દ્વારા પાઠવવામાં આવેલી હેતુફેરની દરખાસ્ત અન્વયે સત્તામંડળનો જરૂરી પરામર્શ મેળવવા બાબતનો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે મોજે વાસણા ઇયાવાની ઇન્ડસ્ટ્રીયલ ઝોન- જનરલમાં સમાવિષ્ટ થતી જમીનોના ફાયનલ પ્લોટોને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ સૂચિત સુધારા કરી જરૂરી કાર્યવાહી કરી, યોજનાને પ્રસિધ્ધ કરવા અન્વયેની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોજે કઠવાડાની નોલેજ એન્ડ ઇન્સ્ટીટયૂશન ઝોનમાં સમાવેશ થતી મીનોમાં ફાયનલ પ્લોટને તથા મોજે એણાસણ-મુઠીયા-બિલાસીયાની એગ્રીકલ્ચર ઝોન, ગામતળ એક્ષ્ટેન્શન ઝોન, ઓવર-લે રીસેડેન્સીયલ એર્ફોડેબલ હાઉસીંગ ઝોનમાં સમાવિષ્ટ થતી જમીનોમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ સરકારમાં મંજુરી અર્થે પુન મોકલવાનો પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સનાથલ- નવાપુરા, કુંજાડ-કણભા, દહેગામ તથા ઘુમાના નગર રચના અધિકારીઓ દ્રારા રજૂ થયેલા કામચલાઉ પુન રચનાની દરખાસ્તમાં સમુચિત સત્તામંડળને માળખાગત સુવિધા અર્થે વિવિધ જાહેર હેતુ માટેના ફાયનલ પ્લોટ તથા રસ્તાઓના માળખા અન્વયેની કામચલાઉ પુન રચનાની દરખાસ્તને પરામર્શ આપવા બાબત સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે જળ જીવન મિશન અંતર્ગત રીંગરોડથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં આવતાં આશરે 45 જેટલાં ગામોમાં પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવા અંગે જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અને સીંગરવાની ટી.પી. સ્ક્રીમ નં.118 તથા શેલાની ટીપી સ્ક્રીમ નં. 1,2,3 વિસ્તારમાં પીવાનું શુધ્ધ પાણી પુરું પાડવા બાબતની કામગીરી ચાલુ કરવા અંગે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat