Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો સુઓમોટ, આજે ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

લખીમુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો સુઓમોટ, આજે ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

0
35

લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વંય સંજ્ઞાન લીધો છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ ગુરુવારે આ મામલે સુનાવણી કરશે. CJI ની સાથે બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત અને હેમા કોહલી પણ સામેલ છે.

આરોપ છે કે રવિવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના કાફલાના એસયુવી વાહને વિરોધ કરી રહેલા ખેડૂતોને કચડી નાખ્યો હતો અને હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર આ હિંસાનો આરોપ છે અને તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે.

યુપી પોલીસની તપાસ પર ઉભા થઇ રહેલા પ્રશ્નો અને મીડિયા અહેવાલોના આધારે કોર્ટે આ કેસમાં સુઓ મોટો લીધી છે. આ સાથે, રાજ્યના બે વકીલોના પત્રને પણ કોર્ટે સંજ્ઞાન લેવા માટેનો આધાર લીધો હોવાનું કહેવામાં આવી રહ્યો છે.

સુઓમોટો એટલે શું ?

sua sponte એ મૂળ લેટિન શબ્દ છે. જેનો અર્થ થાય છે કે, તેમની અથવા પોતાની જાતે જ સહમતિ. અથવા તો પોતાના સ્વયંના પ્રસ્તાવ પર. આ શબ્દ સામાન્ય રીતે અગાઉના પૂર્વ પ્રસ્તાવ અથવા પક્ષોની વિનંતી વગર ન્યાયાધીશ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે. Nostra sponte (આપણા પોતાના કરાર) ઘણીવાર કોર્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે વધુ સભ્ય સંખ્યા ધરાવતી અદાલત દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat