Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સંડે વ્યૂ: દેશમાં ખેડૂત આંદોલન વચ્ચે અન્ય ક્યા મુદ્દા ચાલી રહ્યાં છે?

સંડે વ્યૂ: દેશમાં ખેડૂત આંદોલન વચ્ચે અન્ય ક્યા મુદ્દા ચાલી રહ્યાં છે?

0
282

ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં આશુતોષ વાર્ષ્ણેય લખે છે કે, અમેરિકામાં નિષ્ફળ થયેલા બળવામાં લશ્કરે ભાગ લીધો નહતો પરંતુ કારાબોરીના એક જૂથે ભાગ લીધો હતો, જેનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું. જ્યારે ચૂંટણી આયોગ જેવી સંસ્થાના અભાવમાં જનતાના નિર્ણયોને સન્માન આપવાની વ્યવસ્થા જે અમેરિકામાં છે, તેની ખામીઓ પણ જાહેર થઈ ગઈ. આખા પ્રકરણમાં અદાલતને ગેરહાજરી ચૌંકાવનારી રહી.

વાર્ષ્ણેય લખે છે કે, અમેરિકામાં થયેલા બળવો સ્વેત વર્ચસ્વની વિચારસરણી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ છોડ્યા પછી જેલ જવાના ડરનું પરિણામ હતો. તે વિકસિત લોકશાહીઓમાં સંસ્થાઓને મજબુત બનાવવા અને સત્તાથી બહાર થયા પછી થનારા વિશાળ નુકસાન સાથે પણ સંબંધિત છે.

ઓછી વિકસિત લોકશાહીઓમાં આ ખતરો દેખાતો નથી. તે વાતની પૂરેપૂરી સંભાવના છે કે ડોનાલ્ડ ટ્રમ્પને બળવાની સજા મળી શકે છે. તેમને 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બહાર રહેવું પડી શકે છે. મહાભિયોગનો પણ સામનો કરવો પડી શકે છે. સેનેટ અધ્યક્ષ નેન્સી પેલોસીએ આવા સંકેતો આપવાનું શરૂ કર્યું છે.

વાર્ષ્ણેયએ તે વાત ઉપર પણ ધ્યાન અપાવ્યું છે કે, મોટાભાગના રિપબ્લિક રાજકીય નિષ્ણાતોએ ડોનાલ્ડ ટ્રમ્પને શરૂઆતમાં ટેકો આપ્યો હતો પરંતુ પાછળથી તેમને પણ પીછેહઠ્ઠ કરી હતી. જ્યારે ઉપરાષ્ટ્રપતિએ ટ્રમ્પને ટેકો ન આપ્યો ત્યારે તેઓ ચોંકી ગયા. રિપબ્લિકન-કબજા હેઠળની એરિઝોના અને જ્યોર્જિયા જેવા પ્રાંતીય ગવર્નરો પણ ડોનાલ્ટ ટ્રમ્પની સાથે ચાલવા સંમત ન હતા. યુ.એસ. અદાલતોમાં નોંધાયેલા કુલ 60 કેસમાંથી માત્ર એકમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતનો ઉલ્લેખ કરતા લેખકે અંતે ગંભીર ટિપ્પણી કરી છે. તેમને લખ્યું કે, જ્યારે પણ ઈતિહાસ લખવામાં આવશે તો અદાલતની ભૂમિકા દેખવામાં આવશે, જે દેશની ચૂંટણીની પ્રવિત્રતાની રક્ષા કરવામાં નિષ્ફળ રહી.

વેક્સિન પર વિવાદથી બચવાની જરૂરત

પી ચિદમ્બરમે ઈન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું છે કે કોરોના રસી તૈયાર છે, પરંતુ ઘરે ઘરે પહોંચી નથી અને રોગચાળો જતો જણાય છે, પરંતુ ગયો નથી. આવી સ્થિતિમાં, વિશ્વભરમાં છ રસીઓને મંજૂરી આપવામાં આવી છે. રશિયન અને ચીની રસીઓને લાંબા ગાળાની નિયમનકારી મંજૂરી મળી છે. બાકીની ચાર રસીઓમાં ફાઇઝરની રુચિ ભારતીય બજારમાં દેખાતી નથી, જેણે નિષ્ણાત સમિતિ સમક્ષ હાજર થવાની ત્રણ તકો ગુમાવી છે. બીજી એક રસી મોડર્નાએ ભારતમાં મંજૂરી માટે હજી સુધી અરજી કરી નથી.

ચિદમ્બરમે લખ્યું છે કે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાના કોવિશિલ્ડે ઉત્પાદન અને વિતરણની પરીક્ષા પાસ કરી લીધી છે. બાયોટેક કોવાસીન પણ ઉપલબ્ધ છે જેને ત્રીજા તબક્કાનો ટ્રાયલ પૂર્ણ કર્યો નથી. બાયોટેક રસી કોવેક્સિન વિવાદને વર્ણવતા ચિદમ્બરમે લખ્યું છે કે આવા વિવાદોને ટાળવો જોઈએ.

લેખકની સલાહ છે કે સરકારી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રોમાં રસી મફત ઉપલબ્ધ હોવી જોઈએ. રસીકરણમાં ખાનગી હોસ્પિટલોને પણ સામેલ કરવી જોઈએ, જેથી લોકો શૂલ્ક ચૂકવીને રસી લગાવી શકે. રસીઓ નિકાસ કરવામાં આવી રહી છે, તેવી જ રીતે આયાત પણ કરવામાં આવે. આપણે આપણા વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જીત વિજ્ઞાનની જ થશે.

આંતર-ધાર્મિક લગ્નને કારણે યુપીમાં હંગામો કેમ?

જ્યોતિ પુંવાણીએ ઇન્ડિયા ફોરમમાં લખ્યું છે કે ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ યુગલોનું જીવન એવું બની ગયું છે, જેવો પહેલા ક્યારેય પણ નહતો. ત્રણ અન્ય પ્રદેશોમાં પણ ધર્માંતરણ સાથે જોડાયેલા કાયદા છે, પરંતુ યૂપીના નવા કાયદાએ એવી સ્થિતિ ઉભી કરી છે જે અભૂતપૂર્વ છે. હિન્દુ છોકરીઓના મુસ્લિમ યુવક સાથેના લગ્ન ‘બળજબરીપૂર્વક ધર્માંતરણ’ રોકવાની કોશિશ ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ હતી, જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે 10 દિશા નિર્દેશ આપ્યા હતા.

જ્યોતિ લખે છે કે યુપીના કાયદામાં મૂળભૂત રીતે અનેક સમસ્યાઓ છે. આ કાયદો “લગ્નના હેતુથી ધર્માંતરણ” ને અપરાધ કહે છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કાયદા “ધર્માંતરના હેતુથી લગ્ન”ને નકારે છે. લેખિકાનો પ્રશ્ન છે કે, કેવી રીતે લગ્ન માત્ર ધર્માંતરણના હેતુથી થઈ શકે છે?

તેઓ લખે છે કે, આ વિચારસરણીનો જન્મ જ તે ધારણા સાથે થયો છે કે, મુસ્લિમોની વસ્તી વધારવાના હેતુથી મુસ્લિમ યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરે છે. જ્યોતિ લખે છે કે, યૂપીનું ધર્માંતરણ વિરોધી કાયદો પોલીસને મનસ્વી બનવાની સંપૂર્ણ મંજૂરી આપે છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં કાર્યવાહી શરૂ કરવાથી પહેલા ડીએમની પરવાનગી જરૂરી ગણાવે છે, જ્યારે યૂપીમાં આ સ્તરને ખત્મ કરી દેવામાં આવ્યો છે. આ કારણે જ યૂપીમાં 4 જાન્યુઆરી સુધી સામે આવેલા 15 કેસ પ્રશ્નોના ઘેરામાં છે.

ખેડૂત આંદોલન તમામ ગંદકીને ખત્મ કરી દેશે

ન્યાયાધીશ (રી) માર્કંડેય કાત્જુ જનસત્તામાં લખે છે કે, ખેડૂતોનું આંદોલન સામંતી વિચારસણી અને પ્રથાઓનીબધી જ ગંદગીને ખત્મ કરી દેશે. એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરશે જે હેઠળ ભારત ઝડપથી ઔદ્યોગિકીકરણ તરફ વધશે અને લોકોને ઉચ્ચ સ્તરનું જીવન સાથે સભ્ય અને સમૃદ્ધ જીવન મળશે.

કાત્જુ લખે છે કે ભારતમાં લાંબા સમયથી મોટાભાગની આંદોલલન ધર્મ આધારિત કે જાતિ આધારિત હતા- જેમ કે, રામ મંદિર આંદોલન, સીએએ વિરોધી આંદોલન અથવા ગુર્જર-દલિત આંદોલન.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાનું આંદોલન જલ્દીથી ઠંડુ થઈ ગયું. આ જ કારણ હતું કે ભારતીય ચિંતકો દાયકાઓ સુધી કોઈ સમાધાન શોધી શક્યા નહીં. હવે ખેડૂત આંદોલન સમાધાન તરીકે ઉભરી આવ્યું છે. તેને જાતિ અને ધર્મના બંધનો તોડી નાખ્યા છે. ખેડૂત આંદોલનને દેશના 75 કરોડ ખેડુતોનો ટેકો છે. આંદોલનને ભારતીય સૈન્ય, અર્ધલશ્કરી અને પોલીસકર્મીઓનો પણ સમર્થન છે જેઓ વર્દીમાં ખેડૂત છે અથવા ખેડુતોના પુત્રો છે.

ખાનગી બેંક જ કરશે બેન્કિંગ સેક્ટરનું ઉદ્ધાર

ટીએન નાઈનન બિઝનેસ સ્ટાન્ડર્ડમાં લખે છે કે, ફક્ત ખાનગી બેન્કો જ ભારતના બેંકિંગ ક્ષેત્રને સંભાળી શકે છે. ખાનગી બેંકોમાં જાહેર ક્ષેત્રની બેંકો કરતાં ખાનગી વ્યાજનું માર્જિન વધુ સારું છે. ખાનગી બેંકોમાં તે 3.4 છે જે જાહેર બેંકોમાં 2.4 છે. તેવી જ રીતે ખાનગી બેંકોમાં ખર્ચ 8.7 ટકા અને જાહેર બેંકોમાં 13.8 ટકા છે. તેઓ લખે છે કે, સરકારી બેંકો છેલ્લા પાંચ વર્ષમાં નાણાં ગુમાવી રહી છે, જ્યારે ખાનગી બેંકો નફો કરી રહી છે. નાઈનન અનુસાર, કોવિડ સમયગાળા પછી સરકાર દ્વારા સંચાલિત બેંકોનું નુકસાન વધુ વધશે.

સરકારી બેંકોમાં જીડીપીની સરખામણીમાં ઉધારીનો રેશિયો પાછલાક વર્ષોમાં 60 ટકાથી ઘટીને 50 ટકા થઈ ગયો છે. આનો અર્થ તે છે કે, સંકટના સમયમાં તેને પોતાની જવાબદારી સારી રીતે સંભાળી નથી. જ્યારે ખાનગી બેંકોની સ્થિતિ આનાથી એકદમ વિપરીત છે. કેન્દ્ર સરકારે એવા અનેક પગલાઓ ભર્યા છે, જેનાથી બેન્કિંગ સેક્ટરમાં સારા પરિણામ નિકાળી શકે છે. જેમાં બેંક્સ બોર્ડ બ્યૂરોની રચના, નબળી બેંકોનું મજબૂત બેંકોમાં વિલય વગેરે સામેલ છે. લેખક દેખાવાથી બચવાની સલાહ આપે છે. તેઓ લખે છે કે, સમસ્યાગ્રસ્ત સરકારી બેંકોના ઉદ્ધાર પર કામ કરવું જરૂરી છે. મોટા કોર્પોરેટ્સ હાઉસોને બેંકોના સ્વામીત્વમાં આવવાથી રોકવાની બધી જ જવાબદારી ખાનગી બેંકો પર છે. બે અથવા ત્રણ તબક્કાઓમાં સરકારી બેંકોનું વેચાણ કરી શકાય છે. આ દિશામાં પગલા ભરવા પડશે.

200 દિવસની રોજગાર ગેરંટીથી પાટા પર આવશે અર્થવ્યવસ્થા

અર્થશાસ્ત્રી અરૂણ કુમાર દૈનિક હિન્દુસ્તાનમાં લખે છે કે, કોરોના મહામારીના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં 7.7 ટકા સુધીના ઘટાડાનો અનુમાન પહેલાથી ઘણો વધારે છે. નિશ્ચિત રૂપથી આ કોરોના મહામારીના કારણે છે. આમાં સુધીરો ત્યારે થશે જ્યારે સામાન્ય લોકો સુધી રકમ પહોંચશે.

કુમાર લખે છે કે 1979 માં જ્યારે પણ દેશમાં ઘટાડો થયો ત્યારે તેનું કારણ તાત્કાલિક હતું. 1951, 1965, 1966, 1971, 1972 અને 1979 માં પૂરતા વરસાદના અભાવે વૃદ્ધિ દરને અસર થઈ. 1967-68 માં એવું જોવા મળ્યું કે દેશમાં દુષ્કાળને કારણે કપડાંની માંગ ઓછી થઈ જાય છે. 1979-80 પછી સર્વિસ સેક્ટરે અર્થતંત્ર પર આધિપત્ય જમાવી લીધું. કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટતો રહ્યો અને હવે તે 13 ટકા પર આવી ગયો છે જ્યારે સર્વિસ સેક્ટરનો હિસ્સો વધીને 55 ટકા થઈ ગયો છે.

અરુણ કુમારે લખ્યું છે કે રાજકોષીય ખાધ પહેલાથી જ વધી ગઈ છે. તેથી જાહેર ખર્ચમાં વધારો એ એક માત્ર ઉપાય હોઈ શકે નહીં. જો સરકાર ગ્રામીણ યોજનાઓનું બજેટ વધારશે તો સારું રહેશે. ગ્રામીણ યોજનાઓનો વિસ્તાર કરવામાં આવવો જોઈએ. જરૂરિયાતમંદોને 100 દિવસની જગ્યાએ 200 દિવસનું રોજગાર આપવું જોઈએ. માંગ વધશે ત્યારે જ અર્થવ્યવસ્થા ટકી રહેશે. લેખકને આશા છે કે રસીકરણ અભિયાનમાં વધારાની સાથે-સાથે સેવા ક્ષેત્ર પણ તેની જૂની લયમાં આવી જશે.