Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સંડે વ્યૂ: મોતો વચ્ચે ગગનચુંબી છક્કાઓમાં કેવો આનંદ?

સંડે વ્યૂ: મોતો વચ્ચે ગગનચુંબી છક્કાઓમાં કેવો આનંદ?

0
68

સુરેન્દ્ર મેનન ધ હિન્દુમાં લખે છે કે, દર્દ અને પીડા વચ્ચે દેશમાં સંવેદનહીન ટૂર્નામેન્ટ ચાલું છે અને તેને ટીવી પર જોવાથી થઈ રહેલા અપરાધભાવની ઉંડાઈને સમજી શકવું પણ મુશ્કેલ છે. આઈપીએલને સ્પોટ્સ સમજવાનો ભ્રમ પોતાના મગજમાં ના રાખતા. આ ટીવી પર એક લોકપ્રિય રમતનું વર્જન છે, જ્યાં ઉત્પાદ વેચવામાં આવે છે અને જે એકમાત્ર સીરિયલ જેવી આઈડીયા છે. 78 મીટરની લંબાઈવાળી સિક્સ અથવા પછી મિડલ સ્ટમ્પ ઉડાવતા યોર્કર બોલની કેટલી મોટી કિંમત આપણે ચૂકવી રહ્યાં છીએ, જો આપણી આસ-પાસ ભયાનક રીતે લોકો મરી રહ્યાં છે અને આશાઓ તૂટી રહી છે?

મેનને લખ્યું છે કે, સાર્વજનિક ખુશી, ક્રિકેટના આંકડાઓ અને રોમાંચક કમેન્ટ્રી અર્થહીન થઈ ગઈ છે. ત્રણ દિવસમાં 10 લાખથી વધારે પીડિત કોરોના સંક્રમિતો અને તેમના પરિવારોને તે વાતથી શું અર્થ કે વિરાટ કેટલા બોલમાં હાફ સદી પૂરી કરે છે.

કોઈ મિત્રના મેસેજના હવાલાથી લેખક લખે છે કે, કેટલાક સમય પછી જ્યારે આઈપીએલ ખત્મ થઈ જશે તો મુશ્કેલ સમયમાં મૌન મેનજમેન્ટ, ખેલાડી પોતાના ઝખ્મી દિલ બતાવવશે અને ચેક આપતા દેખાશે. મોટા-મોટા ખેલાડી તેમને ટ્વિટ કરશે. લેખકે ઓસ્ટ્રેલિયન ખેલાડી પીટર કમિંગ્સના વખાણ કર્યા છે કે, તેમને સૌથી પહેલા ઓક્સિજન સિલેન્ડર માટે 50 હજાર ડોલરની રકમ આપવાની જાહેરાત કરી હતી.

આઈપીએલ માત્ર ટૂર્નામેન્ટ નથી. આ બીસીસીઆઈ માટે ખેલાડીઓ અને ટીમો પર નિયંત્રણ કરવાનો પ્લેટફોર્મ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ જો આર. અશ્વિનની રસ્તા પર ટૂર્નામેન્ટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હોત તો કંઈક અસર દેખાઈ શકતી હતી. પરંતુ બીસીસીઆઈ સાથે પંગો કોણ લે?

ત્રીજી દુનિયામાં ઘરવાપસી! વાયરસથી તૂટ્યો ‘સુપર પાવર’નું સ્વપ્ન

ટીએન નાઈનને બિઝનેસ સ્ટેન્ડર્ડમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શું ભારત 16 વર્ષ પછી એક વખત બીજા દેશો પાસે મદદ માંગનાર ત્રીજી દુનિયાનો દેશ બની ગયો છે? તેઓ કહે છે કે, આનો જવાબ ‘હાં’ પણ છે અને ‘નહીં’ પણ. ‘નહીં’ તે માટે કેમ કે ભારતે પણ સંકટના સમયમાં દુનિયાના અનેક દેશોની મદદ કરી હતી. ‘હાં’ તે માટે કે આ ઈમરજન્સી મદદના મૂળીયાઓમાં છે અક્ષમતા અને અસાધારણમાર્ કૌભાંડ. ‘સંસ્થાકીય નબળાઇ’ ત્રીજી દુનિયાની ખાસિયત હોય છે. અનેક માપદંડોમાં ભારત આ તરફ પરત ફર્યું છે. પછી ભલે વાયરસ હોય કે ડોકલામ- આપણે અધવચ્ચે જ જીતની જાહેરાત કરી. જ્યારે હાર થઈ ત્યારે પણ જીતનો જશ્ન મનાવ્યો પછી વાયરસનો નવો વેરિએન્ટ હોય કે દેપ્સાંગ

નાયનન લખે છે કે, વિદેશમાં થઈ રહેલી ટીકાઓને પણ નજરઅંદાજ કરી દેવામાં આવી. જરૂરતના સમયે વેક્સિનેશન વધવાની જગ્યાએ 30 લાખ પ્રતિદિવસથી ઘટીને 20 લાખ પર આવી ગયા. ત્રીજી દુનિયામાથી વિકસિત થતા માર્કેટ અને અનેક દેશભક્તોની નજરમાં સંભાવિત સુપર પાવર બનેલા રહેલા ભારતની અંદરનું સત્ય વાયરસે દુનિયા સામે ઉજાગર કરી દીધી.

પાછલા વર્ષે પીપીઈના ઉત્પાદનની જેમ જ કહેવામાં આવે છે કે, એક મહિનામાં મેડિકલ ઓક્સિજનની સપ્લાઈ 70 ટકા વધી ગઈ છે. સંસ્થાકીય અને ઔદ્યોગિક ક્ષમતાઓ યથાયોગ્ય છે. 1962ની જેમ સેનાની ભૂમિકા દેખાઈ નહીં. ત્રીજી દુનિયાની ખાસિયત જવાબદારીથી બચવું પણ હોય છે. મોદી સરકાર કેટલી જવાબદારી નિભાવનાર છે તે વિપક્ષની સક્રિયતાની પણ આમાં ભૂમિકા હશે. પરંતુ હાલના સમયમાં વડાપ્રધાન જવાબદારી લેતા નજરે પડી રહ્યાં નથી. ઓક્સિજન પ્લાંટ સમય પર ના બનાવનારાઓ પર કાર્યવાહી થતી જોવા મળી રહી નથી અને ના વેક્સિનની જરૂરત પર આંકલન કરનારાઓ પર.

બર્બાદીના રસ્તા પર ભારત

રામચંદ્ર ગુહા ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં લખે છે કે, કોવિડ-19ને પહોંચીવળવા શાહી રીતો, બેદરકાર શૈલી અને રાજકીય તકો સાથે રાખવાના કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી છે. તેઓ પ્રચારના ભૂખ્યા ઈંગ્લેન્ડના બોરિસ જોન્સનના નામ પર બનેલા સ્ટેડિયમની સરખામણી ભારતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કરે છે. કોવિડકાળમાં 55 હજારની ભીડ અમદાવાદમાં ભેગી થઈ હતી. નરેન્દ્ર મોદીએ પોતાને કિમ ઈલ શુંગ અને સદ્દામ હુસૈનની શ્રેણીમાં લાવીને ઉભી કરી દીધી છે.

ગુહા લખે છે કે, 2020ના અંતિમ મહિનાઓમાં કોવિડના ઘટતા કેસો વચ્ચે તેવું માની લેવામાં આવ્યું કે, મહામારી પર જીત મેળવી લેવાામં આવી છે. પરંતુ, આજે સ્થિતિ તે છે કે, પ્રતિદિવસ કોવિડ કેસો વિશ્વરેકોર્ડ બનાવી રહ્યો છે. ગુહા લખે છે કે, પ્રથમ લહેરમાં 11 માર્ચે WHOએ મહામારી જાહેર કર્યા છતાં પ્રાથમિકતા કોરોનાને પહોંચીવળવાની જગ્યાએ એક રાજ્યમાં સરકારને બનાવવાને આપવામાં આવી. 23 માર્ચે સરકાર બન્યા પછી લોકડાઉન લગાવવામાં આવ્યું. 10 કરોડ લોકોની નોકરી ગઈ.

ગુહા લખે છે કે, કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક 2021ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થઈ નહતી,તે 11 એપ્રિલે થઈ હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદી-અમિત શાહ ચૂંટણીની તૈયારી કરતા રહ્યાં, કુંભનું આયોજન થતું રહ્યું. આઈપીએલ ક્રિકેટ પણ સમય ઉપર થઈ. નરેન્દ્ર મોદી રેલીઓમાં વિરોધીઓ પર વરસતા રહ્યાં, જ્યારે ટીવી પર સંબોધનોમાં વાલીઓની જેમ કોરોનાથી દેશને બચાવવાની વાત કરતા રહ્યાં. રામચંદ્ર ગુહા લખે છે કે, વિપક્ષ કોંગ્રેસની નબળાઇએ આવી રીતની હિંમતને પ્રોત્સાહન આપ્યું. સુપ્રીમ કોર્ટ સુધીએ સામાન્ય લોકોના અધિકારોની રક્ષા કરી નહીં. બીજી લહેરે મોદી સરકારની નિષ્ફળતાને દુનિયા સામે ઉજાગર કરી દીધી.

રાજીવ ગાંધીના વેક્સિન અભિયાનને મળ્યો હતો વિપક્ષનો સાથ

ધ ટેલીગ્રાફના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે એક સમય હતો જ્યારે ભારતની રાજનીતિમાં નફરતવાળી જંગ નહતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં સહયોગ હતો. રાજીવ ગાંધીએ જ્યારે દેશમાં વેક્સિન ક્રિયાન્વયન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો વિપક્ષ શાસિત રાજ્યોએ ખુલીને સહયોગ આપ્યો. બંગાળમાં જ્યોતિ બસુ, કર્ણાટકમાં આરએમ હેગડે, આંધ્રમાં એનટી રામારાવ અને કેરલમાં ઈકે નયનારે જેટલો ઉત્સાહ બતાવ્યો તેટલો કોંગ્રેસ શાસિત રાજ્ય બતાવી શક્યા નહીં. ત્યારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોએ પણ વેક્સિન કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું.

પરંતુ, આજે આટલી મોટી સંખ્યામાં ટીવી ચેનલો હોવા છતાં મોદી સરકાર વેક્સિનને લઈને શરૂઆતમાં ડરને દૂર કરી શકી નહીં.

સંપાદકીય બોર્ડ લખે છે કે, કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન ચલાવવાના કારણે કોંગ્રેસથી સહયોગની મદદ કેવી રીતે કરી શકાય છે. તે છતાં પણ કોંગ્રેસે લાંબા સમયના શાસનનો પોતાનો અનુભવના હિસાબથી સમય પર બહુમૂલ્ય સૂચનો આપવામાં પાછળ રહી નહીં. પરંતુ સરકારે પ્રતિક્રિયા થર્ડ ક્લાસ આપી હતી.

અસમમાં મુખ્યમંત્રીના દાવેદાર હેમંત બિસ્વા શર્માએ અસમમાં કોરોના દર્દી ના હોવાની જાહેરાત કરી દીધી. ખુબ જ ધામધૂમથી બીહૂ પર્વ ઉજવવામાં આવ્યો. પરિણામ તે આવ્યું કે, ત્યારે એક્ટિવ કેસ 617 હતા અને આજે 26 દિવસ પછી 23,826 છે. કર્ણાટકમાં 5 કિલો રાશન ઘટાડીને 2 કિલો આપવા પર ખેડૂતને એક મંત્રીએ કહ્યું, “જાઓ અને મરી જાઓ” જોકે, યેદિયુરપ્પાએ તે માટે માફી માંગી.

રસીકરણની અછતના કારણે કેન્દ્ર જવાબદાર

પી ચિદમ્બરમ જનસત્તામાં લખે છે કે, રસીકરણની સરેરાશ દર વધારવાના કારણે એપ્રિલ મહિનામાં ઘટી ગઈ. 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસીની જાહેરાત કરવાથી પહેલા જ રસીની અછત પેદા થઈ ગઈ, તો તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. કેન્દ્ર દ્વારા સીરમ ઈન્સ્ટીટ્યુટ, ભારત બાયોટેક અને બીજા નિર્માતાઓ સાથે કરાર કર્યો નહતો. તે ઉપરાંત વેક્સિનની જરૂરતનો અંદાજો લગાવવા અને ઉત્પાદનની રજૂઆત કરવામાં સરકાર પાછળ રહી ગઈ.

જે કારણોથી સરકાર નિષ્ફળ થઈ તેમાં તેમનો ઘમંડી સ્વભાવ જવાબદાર રહ્યો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતુ કે, મોદીએ જેવી રીતે કોરોનાને હરાવી દીધો, દુનિયા તેનો જશ્ન મનાવી રહી છે. રાજ્યોની જગ્યાએ કેન્દ્રએ બધા જ અધિકાર પોતાની પાસે રાખ્યા છે.

સલાહ આપનાર સ્વાસ્થ્ય અધિકારી ટીવી પર વધારે જોવા મળ્યા. સારી યોજનાઓનો અભાવ, આત્મનિર્ભરતા પર અનુપયુક્ત ભાર અને બે વેક્સિન નિર્માતાઓને માથા પર બેસાડી દેવાથી મુશ્કેલી વધી ગઈ. દેશ આ બધાની કિંમત ચૂકવી રહ્યું છે. હજું પણ સમય છે. એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમૂહ બનાવવામાં આવવો જોઈએ જેની સભ્ય સંખ્યા 9 અથવા તેનાથી ઓછી હોય અને જેમાં નિષ્ણાત લોકો સામેલ હોય. આ જૂથનું નામ હોનારત મેનેજમેન્ટ જૂથ હોવું જોઈએ. ચિદમ્બરમ વ્યંગ્ય કરતાં લખે છે કે, હાર્વર્ડ એવું જ શિખવાડે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat