Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સંડે વ્યૂ: મહામારી છે મજાક નથી, બેદરકારીએ દેશને સંક્રમણમાં ડૂબાડી દીધો

સંડે વ્યૂ: મહામારી છે મજાક નથી, બેદરકારીએ દેશને સંક્રમણમાં ડૂબાડી દીધો

0
82
  • મહામારી છે મજાક નહીં, ઉત્સવની માનસિકતા છોડો

ટીએન નાઈનન બિઝનેસ સ્ટેડર્ડમાં લખે છે કે, પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય જ્યાં કોરોના સંક્રમણનું ડબલિંગ રેટ સમજાવતા સ્થિતિ નિયંત્રણની વાત સમજાવી રહ્યાં છે, આ વર્ષે સ્થિતિ તે છે કે, 8 દિવસમાં 20 હજારથી 40 હજાર, 14 દિવસમાં 40થી 80 હજાર અને 10 દિવસમાં 80,000થી 1,60,000નું સંક્રમણ જોવા મળી રહ્યો છે. ક્યાંક એવું ના થાય કે મે મહિનાના મધ્ય સુધી આપણે પ્રતિદિવસ 6 લાખ કોરોના સંક્રમણના સ્તર પર પહોંચી ના જઈએ.

પાછલા વર્ષે જ્યાં કોરોનાના ગણ્યા ગાંઠ્યા કેસ પછી દેશને લોકડાઉનમાં મોકલી દીધો હતો, આ વર્ષે મહામારી આખા દેશને ઝકડી રહી છે અને કોઈ જ રસ્તો દેખાઈ રહ્યો નથી.

નાઈનન લખે છે કે, ટીકાઓ પછી સરકારે વેક્સિનના પૂરવઠામાં વધારો કર્યો છે, પરંતુ વેક્સિનના ઉત્પાદકોને આર્થિક મદદ આપવા પર મૌન યથાવત છે. વેક્સિન પર સરકારી નિયંત્રણ ખત્મ થવો જોઈએ. વેક્સિનનો વધારેમાં વધારે ઉત્પાદન જરૂરી છે. ભાવ વધે તો વધારવા જોઈએ. સ્વાસ્થ્ય સુવિધાઓનો ઝડપથી વિસ્તાર કરવો પણ મહામારીથી લડવા માટે જરૂરી છે. આર્થિક રીતે દેશને પાટા પર લાવવો પણ વધારે જરૂરી છે. સપ્લાઈ ચેન એક વખત ફરીથી બગડતી જોવા મળી રહી છે.

મહામારીથી નુકશાન સ્થાયી થઈ જાય તે પહેલા, તે જરૂરી છે કે પાછલા વર્ષે શરૂ કરવામાં આવેલી આર્થિક સહાયતો, અનાજની મદદ વગેરે બીજી વખત શરૂ કરવામાં આવે. સંકટને પહોંચીવળવા માટે કુપ્રબંધનનો દંડ રાજસ્વ ઘાટો અને સાર્વજનિક લોન વધવાના રૂપમાં થશે. વેક્સિન ઉત્સવ જેવા કાર્યક્રમોથી સંકટનો મજાક બનાવવાની જગ્યાએ દરેક સ્તર પર સરકારને વ્યાવહારિક પગલાઓ ભરવા પડશે.

બેદરકારીએ દેશને સંક્રમણમાં ડૂબાડી દીધો

તવલીન સિંહ ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં લખે છે કે રસીકરણ ઉત્સવ દરમિયાન રસીની અછત સ્પષ્ટ રીતે સામે આવી ગઈ, જેનાથી સરકાર સતત ઈન્કાર કરતી રહી હતી. જે નજારો પાછલા વર્ષે બ્રાઝીલ અને ઈટલીમાં આપણે દેખ્યો હતો તેવો જ નજારો આપણા દેશમાં પણ હાલમાં જોવા મળી રહ્યો છે. કબ્રસ્તાનો અને શ્મશાનો બહાર લાઈનો લાગી છે.

એવું લાગે છે કે સંક્રમણની પ્રથમ લહેરને રોકવામાં મળેલી સફળતાનો જશ્ન આપણે ઝડપી મનાવી લીધો. તવલીન લખે છે કે, 30 કરોડની આબાદીવાળા અમેરિકા પોતાના દેશમાં 60 કરોડ વેક્સિનનો ડોઝ આપી ચૂક્યો છે, જ્યારે દુનિયામાં 60 ટકા વેક્સિન બનાવનાર ભારતે માત્ર એક કરોડ વેક્સિનનો ઓર્ડર આપી રાખ્યો છે. આત્મવિશ્વાસ એટલો કે 80 દેશોને વેક્સિન મોકલી દીધી. બજેટમાં 53 હજાર કરોડની રકમ માત્ર વેક્સિનેશન માટે ફાળવવામાં આવી હતી, પરંતુ સીરમ ઈન્સ્ટીટ્યુટને આપવા માટે 3 હજાર જેવી મામૂલી રકમ પણ નથી.

વિદેશી રસી સ્પુતનિક વીને મંજૂરી આપવામમાં આવી છે. સંક્રમણ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. સ્થિતિ નાજૂક છે. મહારાષ્ટ્ર લોકડાઉન તરફ છે, જો કે, લોકડાઉનની સમસ્યા ઓછી કરતો નથી, વધારી દે છે. લેખિકા જનતાને પણ દોષ આપે છે કે, તે કુંભ મેળામાં કેમ જાય છે, લગ્નોમાં કેમ જાય છે. તે રેલીઓમાં નેતાઓની ભીડ કેમ બની જાય છે. આ કારણે જ થઈ રહી છે દૂર્ગતિ

બીજી લહેરથી અર્થવ્યવસ્થાને બચાવવી જરૂર

હિન્દુસ્તાન ટાઈમ્સમાં ચાણક્ય લખે છે કે, પાછલા વર્ષે મહામારી પછી દેશની ત્રિમાસીક જીડીપી 24.2 ટકા સુધી સંકોચાઈ ગઈ હતી. 2020-21માં 8 ટકાના વધારા સાથે રિક્વરીની આશા હતી. અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર ફરી રહી હતી. વી આકારથી અર્થવ્યવસ્થા ઉભરવાના સંકેત મળી રહ્યાં હતા.

પરંતુ, આ બધા વચ્ચે હવે કોરોના સંક્રમણની બીજી લહેર આવી ચૂકી છે. નોમુરા સહિત મોટી-મોટી એજન્સીઓ ભારતમાં આર્થિત પ્રવૃતિઓને નવેસરથી આંકલન કરીને દેશને ચેતવ્યો છે. જો લોકડાઉન અથવા આંશિક લોકડાઉન જેવી સ્થિતિ બનશે તો 11 અથવા 12 ટકા દરનો અનુમાન પણ સાચો રહેશે નહીં.

ચાણક્ય લખે છે કે, કોઈપણ સુરતમાં સપ્લાઈ ચેનને યથાવત રાખવી પડશે. પાછલા વર્ષે લોકડાઉનમાં દેશ આમાં સફળ રહ્યો હતો. પરંતુ આપણે નિશ્ચિંત થઈને બેસી શકીએ નહીં. આ સમયે સંક્રમણ ખુબ જ તેજ છે અને આ સ્થિતિમાં સપ્લાઈ ચેનમાં કોઈપણ અવરોધથી સ્થિતિ ખતરનાક બની શકે છે.

એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને મળીને પગલાઓ ભરવા પડશે. કોરોના સંક્રમણને રોકવા માટે પ્રતિબંધ લગાવવા પડશે અને જરૂરતોના સામાનની સપ્લાઈ યથાવત રાખવી પડશે. આ સમયે દેશ પાસે વેક્સિન છે. વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરી પડશે. ટેસ્ટિંગથી લઈને સંક્રમણ ચેન સુધીને પકડવાની પ્રક્રિયાને ઝડપી રાખવી પડશે અને વેક્સિનેશન વધારવી પડશે. નાણાકીય રીતે, સંઘીય માળખામાં વિશ્વસનીયતા જાળવવી એટલું જ મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકારોએ સકારાત્મક વલણ બતાવવું પડશે. તે જ સમયે, બિહાર જેવા રાજ્યોએ આર્થિક મદદ કરવી પડશે, જ્યાં મજૂરો પાછા ફરી રહ્યા છે. મજૂર વર્ગ પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે.

રોકવામાં આવે ધાર્મિક સ્થલોનું ધર્માંતરણ

એસએ અય્યર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લખે કે, ધાર્મિક સ્થળોના ધર્માંતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ. તેની જગ્યાએ અલગ-અલગ અદાલતો ઉપાસસના સ્થળના ધર્માંતરણની માંગ કરનાર અરજીઓ પર વિચાર કરી રહી છે. લેખક ચિંતા વ્યક્ત કરે છે કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણથી વારાણસીમાં હિન્દુ મંદિરને તોડીને જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવવાના દાવાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું. કૃષ્ણ જન્મ સ્થળના દાવાઓ સાથે મથુરાની શાહી મસ્જિદદને સોંપવાની માંગ પર વિચાર અને કુતુબ મીનાર કોમ્પેલક્સમાં કથિત રીતે તોડવામાં આવેલા મંદિરોને સોંપવા જેવી માંગો પર સુનાવણી કરવામાં આવી રહી છે.

એસએ અય્યર ચેતવે છે કે, 15 ઓગસ્ટે 1947ના સમયની સ્થિતિ બનાવી રાખનાર ઉપાસના સ્થળ કાયદો 1991 બેઅસર થઈ શકે છે અને અંતહીન નવા સાંપ્રદાયિક સંઘર્ષોની શરૂઆત થઈ શકે છે. લેખક ઉપાસના સ્થળના ધર્માંતરણની કોશિશોને અપરાધિક બતાવે છે. તેઓ અરજીકર્તાઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની વાત પણ કરે છે. લેખક પૂછે છે કે, કેમ આવી અરજીઓને સ્વીકાર કરી રહેલી નીચલી અદાલતોના જજોને સુપ્રીમ કોર્ટની માનહાનિના દોષી ઠેરવવામાં આવી રહ્યાં નથી?

અય્યર કહે છે કે, ઓરંગજેબે મંદિર તોડીને જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવી તો પલ્લવોએ ચાલુક્યોના શાહી મંદિરોને લૂટ્યા. દુનિયા આવા ઉદાહરણોથી ભરેલી પડી છે. હાલમાં જ બાઈજેન્ટાઈન ચર્ચને ઈસ્તાંબુલની હાજિયા સોફિયામાં ફેરવી નાંખવામાં આવ્યો છે. સ્પેનમાં 16 મસ્જિદોને ચર્ચમાં બદલવાનો ઉદાહરણ છે. લેખકે હરિયાણાથી અનેક ઉદાહરણો સામે રાખ્યા છે, જેમાં મસ્જિદોને તોડીને મંદિર બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ માટે સોનીપતની જામા મસ્જિદદને દુર્ગી મંદિરમાં બદલવામાં આવી. ફરૂખનગરમાં ઈ.સ 1732માં બનેલી જામા મસ્જિદને મંદિર અને ગુરૂદ્વારામાં બદલી દેવામાં આવી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat