Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બોટાદ: સાળંગપુરની BAPS હોસ્ટેલમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીનો આપઘાત

બોટાદ: સાળંગપુરની BAPS હોસ્ટેલમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીનો આપઘાત

0
2105

બરવાળાના સાળંગપુર ગામે હોસ્ટેલમાં રહેતા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને લઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

સાળંગપુર ગામે આવેલી શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના ગુરુકુળની હોસ્ટેલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાસો ખાઈ આપઘાત લેતા ભારે તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. આ બનાવને લઈ મૃતકના પરિવારજનોએ સઘન તપાસની માંગ કરી છે, જેથી પોલીસે તમામ પુરાવા લઈ આગળની તપાસ હાથ ધરી છે. યોગેશભાઇ પટેલને પરિવારમાં બે પુત્ર છે જેમાં અક્ષર ઉ.વર્ષ 17 સૌથી મોટો પુત્ર અને તેનાથી નાનો જેનિલ છે તેની ઉમર 16 વર્ષ છે. અને તે ધોળકા ખાતે 11 સાયન્સમાં અભ્યાસ કરે છે.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થતી હોવાથી આ ગુરૂકૂળ સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે સવારે વાત કરાવવામાં આવી હતી ત્યારે આ વિદ્યાર્થી અક્ષરે ટેલિફોન દ્વારા તેના પપ્પા સાથે છેલ્લીવાર વાત કરી હતી.

જ્યારે પરિક્ષાના દિવસે મારા પુત્ર અક્ષરનો ફોન આવ્યો હતો. ત્યારે તેણે કહ્યુ હતું કે મે સારી તૈયારી કરી લીધી છે. ત્યારે તેના પપ્પા યોગેશભાઈએ તેને ફોનમા બેસ્ટ ઓફ લક કહ્યુ હતું તે છેલ્લીવાર મોબાઈલમા વાત થઈ હતી.

દાહોદની ઝમકુને મહિલા દિવસે સલામ! ઘરનું ગુજરાન ચલાવવા શીખ્યુ બાઈક, આજે સ્ટન્ટ માટે છે પ્રખ્યાત