Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પતિના ત્રાસથી તંગ આવેલી યુવતી રિવરફ્રન્ટ આપઘાત કરવા પહોંચી, સિક્યુરીટી ગાર્ડે બચાવી

પતિના ત્રાસથી તંગ આવેલી યુવતી રિવરફ્રન્ટ આપઘાત કરવા પહોંચી, સિક્યુરીટી ગાર્ડે બચાવી

0
109

અમદાવાદ: પતિ ખોટી શંકા રાખીને પત્ની સાથે મારઝુડ કરતો અને ત્રાસ આપતો હતો. જેથી તંગ આવેલી પત્ની આપઘાત કરવા રીવરફ્રંટ પહોંચી હતી એ સમયે એક સિક્યુરીટી ગાર્ડે તેને રોકી મહિલા હેલ્પ લાઈનની ટીમને જાણ કરી હતી. મહિલા હેલ્પ લઈને આવી મહિલાનું કાઉન્સેલીંગ કર્યા બાદ પતિને બોલીવી મામલો થાળે પાડ્યો હતો.

શહેરમાં ઉસ્માનપૂરા વિસ્તારમાં રહેતી એક 37 વર્ષીય મહિલા આપઘાત કરવા માટે સાબરમતી રીવરફ્રંટ પર પહોંચી ગઈ હતી અને નદીમાં મોતની છંલાગ લગાવા ગઈ ત્યારે જ સિક્યુરીટી ગાર્ડે તેને બચાવી લીધી હતી. ગાર્ડે મહિલા હેલ્પ લાઇનને ફોન કર્યો હતો. મહિલાએ આપવીતી કરતા જણાવ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયા છે મહિલા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જો કે લગ્ન બાદ આ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.

દરમિયાન એક દિવસ અચાનક પતિને મારા અગાઉના પ્રેમ સંબંધની જાણ થઈ ત્યારથી તે મારી પર ખોટો વહેમ રાખીને મારઝુડ કરતો હતો. અપમાનિત કરતો અને ગાળો બોલતો હતો. જો કે રોજ બરોજના આવા ત્રાસથી તંગ આવી ગઈ હોય અને આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવવાનો વિચાર કર્યો હતો. જેથી તે રીવરફ્રંટ પર આવીને મોતની છંગાલ લગાવવા જતી હતી અને તેને સિક્યુરીટી જવાને બચાવી લીધી હતી. મહિલાની તમામ વાતો સાંભળીને અભયની ટીમે તેનું કાઉન્સેલીંગ કર્યું હતું.

મહિલાના પતિને બોલાવી તમારી પત્નીથી ભૂલ થઈ ગયી હતી પરંતુ અગાઉની વાતને ધ્યાનમાં રાખીને ખોટી શંકા રાખી હેરાન ન કરો તેમ જણાવી પતિને પણ કાયદાકીય સમજ આપી હતી. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)