Gujarat Exclusive > રાજનીતિ > ‘ભારતમાં લોકતંત્ર ખરાબ હાલતમાં, સુધારવા માટે આપણે ખાસ કંઈ કર્યું પણ નથી’

‘ભારતમાં લોકતંત્ર ખરાબ હાલતમાં, સુધારવા માટે આપણે ખાસ કંઈ કર્યું પણ નથી’

0
67

નવી દિલ્હી: ભાજપથી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકારની ટીકા કરતા રહે છે. કોરોના વાઈરસની સ્થિતિ અને વૅક્સિન પર સરકારની આલોચના કરી ચૂકેલા સ્વામીએ શુક્રવારે લોકતંત્રની કથળતી જતી સ્થિતિને લઈને ટ્વીટ કર્યું છે. જેમાં સ્વામીએ જણાવ્યું છે કે, ભારતમાં લોકતંત્ર ખરાબ હાલતમાં છે, સુધારવા માટે આપણે ખાસ કશું જ નથી કર્યું. Indian Democracy

સુબ્રમણ્યમ સ્વામીએ એક તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, મોદી સરકારે આપણા દેશની સરહદો, લોકતંત્ર અને અર્થ વ્યવસ્થા સાથે સોદો કર્યો છે. તસવીરમાં સૌથી ઉપર લખ્યું છે કે, લોકતંત્રના 4 સ્તંભ. એવું મીડિયા જે ડર્યા વિના સરકારને સવાલ કરી શકે. એવું ન્યાયતંત્ર જે બંધારણને બચાવીને રાખે. સાંસદો અને ધારાસભ્યો મતદાતાઓ પ્રત્યે જવાબદાર હોય. લોકોના એજન્ડા પર કામ કરીને તેને સરકાર દ્વારા લાગૂ કરવા.

જેની નીચે લખ્યું છે કે, આપણા લોકતંત્રની વર્તમાન સ્થિતિ. ભારતીય મીડિયા સ્વતંત્રતાના નામ પર 142/180 રેન્ક પર છે. ભારતના ન્યાયતંત્રની સ્વતંત્રતા 69/128 રેન્ક પર છે. ભાજપે સમગ્ર વિશ્વમાં અન્ય પાર્ટીઓ કરતાં વધુ ધારાસભ્યો ખરીદી લીધા છે. આવકમાં 142/180 અને ભુખમરામાં 94/107 રેન્ક પર છે. સરકારના આંકડા મુજબ, 45 વર્ષમાં દેશમાં સૌથી વધુ બેરોજગારી છે. Indian Democracy

આ પણ વાંચો:  કુદરતની છે કમાલ! 3 સપ્તાહ બાદ ફરીથી પ્રેગ્નેન્ટ થઈ મહિલા, ડૉક્ટરો પણ થયા દંગ Indian Democracy

આગળ લખવામાં આવ્યું છે કે, રૂપિયો નબળો પડતો જઈ રહ્યો છે. પેટ્રોલ પર ટેક્સ સતત વધી રહ્યો છે અને સરહદો પર પણ દેશ સતત નબળો પુરવાર થઈ રહ્યો છે મોદી સરકારે આપણા લોકતંત્ર, અર્થ વ્યવસ્થા અને સરહદો સાથે સમજૂતિ કરી દીધી છે.

સ્વામીના ટ્વીટ પર યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝર્સે લખ્યું છે કે, જો આટલી તકલીફ છે અને સરકાર યોગ્ય રીતે કામ નથી કરી રહી, તો તમે રાજ્યસભામાંથી રાજીનામું કેમ નથી આપી દેતા? એક યુઝર્સે સુબ્રમણ્યમ સ્વામીને નાણાં મંત્રી બનાવવાથી બધુ ઠીક થઈ જશે તેમ જણાવ્યું છે. જ્યારે એક યુઝર્સે લખ્યું છે કે, સ્વામીજી તમારો સમય આવી ગયો છે માર્ગદર્શક મંડળમાં જવાનો…”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat