Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાયરસ પર BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ- PMOથી નહી થાય, ગડકરીને જવાબદારી આપો

કોરોના વાયરસ પર BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ- PMOથી નહી થાય, ગડકરીને જવાબદારી આપો

0
46

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને ખરાબ થઇ રહેલી સ્થિતિ વચ્ચે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે કોરોનાની પુરી લડાઇ લડવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિન ગડકરીને સોપી દેવી જોઇએ. સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન કાર્યાલય પર આંગળી ઉઠાવતા કહ્યુ કે પીએમઓ પર માત્ર નિર્ભર રહેવાથી કામ નહી ચાલે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ટ્વીટમાં કહ્યુ, “ભારત કોરોના વાયરસ મહામારીથી બચી જશે જેવી રીતે ઇસ્લામિક આક્રમણકારીઓ અને બ્રિટિશ સામ્રાજ્યવાદીઓથી બચ્યો હતો. અમે વધુ એક લહેરનો સામનો કરી શકીએ છીએ, જે બાળકો માટે ખતરનાક બની શકે છે જ્યાર સુધી કડક સાવધાની નથી રાખવામાં આવતી, માટે મોદીએ ગડકરીને આ યુદ્ધની કમાન સોપવી જોઇએ. પીએમઓ પર વિશ્વાસ કરવો બેકાર છે.”

સ્વામીએ એક ટ્વિટર યૂઝરનો જવાબ આપતા રાજનાથ સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુબ્રમણ્મય સ્વામીએ કહ્યુ, “રાજનાથસિંહ પણ ઘણા સક્ષમ મંત્રી છે પરંતુ તે પહેલાથી જ સંરક્ષણની જવાબદારી ઉઠાવી રહ્યા છે, કેબિનેટમાં નંબર 2 રેન્ક પર છે.”

બીજી તરફ જ્યારે એક યૂઝરે ટ્વિટર પર સ્વાસ્થ્ય મંત્રીને હટાવવાની વાત કરી તો સ્વામીએ ડૉક્ટર હર્ષવર્ધનનો બચાવ કરતા જવાબ આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ, ના, હર્ષવર્ધનને ફ્રી હેન્ડની પરવાનગી નથી, તે પોતાના અધિકારનો દાવો કરવા માટે ઘણા વિનમ્ર છે. ગડકરી સાથે તે સારૂ કરશે.

સુબ્રમણ્યમ સ્વામી સતત સરકારની ટિકા કરતા રહ્યા છે, આ પહેલા તેમણે સોમવારે ટ્વીટ કરતા કહ્યુ, “સરકારે આમ કહેવુ બંધ કરી દેવુ જોઇએ કે કેટલુ ઓક્સિજન અમારી પાસે ઉપલબ્ધ છે, પણ એમ કહેવુ જોઇએ કે કેટલી અમે સપ્લાય કરી છે અને કઇ કઇ હોસ્પિટલમાં તેને મોકલવામાં આવી છે.”

આ પણ વાંચો: એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાની સલાહ- દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ, “ગત વર્ષે ઓક્ટોબરમાં સ્ટેન્ડિંગ કમિટી ફોર હેલ્થે એમ ચેતવ્યા હતા કે ઓક્સિજન સિલિન્ડર અને સપ્લાયની ભારે કમી છે, સરકારે તેની કોઇ પરવાહ નથી કરી.”

મહત્વપૂર્ણ છે કે સતત 12થી વધુ દિવસથી દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ દરરોજ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાથી મોતની સંખ્યા 2,26,188 થઇ ગઇ છે. બીજી તરફ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 34,87,229 છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat