અંબાવાડા પ્રાથમિક શાળાના ધોરણ 8ના બાળકો દ્વારા છત્તીસગઢ રાજ્યની કોરબા જિલ્લાની પાલી પ્રાથમિક શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાની ખેરાલુની અંબાવાડા પ્રા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સોમવાર નાં રોજ છત્તીસગઢના કોરબા જિલ્લાની પાલી પ્રા.શાળાના બાળકો સાથે ઇ-માધ્યમથી જોડાયા હતા અને તેમના દ્વારા શૈક્ષણિક અને ભાષાકીય ગોષ્ઠી કરી એકબીજાનો પરિચય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મહેસાણાનાં ખેરાલુ ની અંબાવાડા પ્રાથમિક શાળાના ધોરણ 8ના બાળકો દ્વારા છત્તીસગઢ રાજ્યની કોરબા જિલ્લાની પાલી પ્રાથમિક શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો જેમાં પાલીના શિક્ષક દિલકેશ મધુકરે અંબાવાડાના બાળકોને ત્યાંની ભાષા અને સંસ્કૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી.
તો બીજી બાજુ ખેરાલુ નાં અંબાવાડાના મુખ્ય શિક્ષક વિશાલકુમાર રાવત દ્વારા પણ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વિશે માહિતી આપતાં બંને રાજ્યોના વિદ્યાર્થીઓ એકબીજાના રાજ્યોની માહિતીથી અવગત થયા હતા આ બન્ને શાળા ખેરાલુની અંબાવાડા પ્રા. શાળાના વિદ્યાર્થીઓ અને છત્તીસગઢના કોરબા જિલ્લાની પાલી પ્રા.શાળાના વિધાર્થીઓ આ કાર્યકમ થકી એકબીજાથી નજીક આવ્યા હતા અને એકબીજા ની સંસ્કૃતિ વિશે અવગત થયા હતા બંને શાળાઓ નાં વિધાથીઓ દ્વારા આ કાર્યકમ બદલ ખુશી વ્યક્ત કરી હતી.