Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદ્યાર્થીઓની દારૂની પાર્ટી ઉપર પાડોશીની રેડ, 13 યુવક-યુવતીઓ પીધેલા ઝડપાયા

વિદ્યાર્થીઓની દારૂની પાર્ટી ઉપર પાડોશીની રેડ, 13 યુવક-યુવતીઓ પીધેલા ઝડપાયા

0
2

વિદ્યાર્થીઓમાં દારૂની પાર્ટી કરવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં વધુ એક દારૂની પાર્ટી ઝડપાઈ હતી. અહીં કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ મળીને ફ્લેટમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે જ પાડોશીએ રેડ પાડી હતી. અને આમ 13 યુવક યુવતીઓ દારૂના નશાની હાલતમાં પકડાયા હતા. દારૂની પાર્ટી કરતા ભાવિ ડોક્ટરો જોરજોરથી ગીતો વગાડીને જલસા કરતા હતા ત્યારે જ પાડોશીઓએ ભેગા મળીને રેડ પાડી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી વરધી મળેલી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-501માં કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા.

જ્યાં ફ્લેટ નં એક્ષ/501 માં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ઉપરાંત સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.

પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અક્ષત વરપ્રર્ષાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્વલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી.

હાલ પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ/501 સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ 13, સમ્રાટ નમકીનના તુટેલ પેકેટ નંગ 5 જપ્ત કરી કોવિડ મહામારી હેઠળ પણ ભાવિ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat