Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ડીસાની સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 2 શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

ડીસાની સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 2 શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

0
79

ડીસા: રાજ્યમાં 11 મહિના બાદ આજથી ધોરણ-8 થી 8 ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, ત્યારે ડીસાના રામસણ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 9 વિદ્યાર્થીઓ સહિત બે શિક્ષકો કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. Corona Positive

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રામસણની વિવેક ઉત્તરબુનિયાદી વિદ્યાલયના 2 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. જે બાદ બુધવારે 49 વિદ્યાર્થીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા વધુ 7 વિદ્યાર્થીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. Corona Positive

આ પણ વાંચો: 11 મહિના બાદ રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ Corona Positive

આમ સ્કૂલના 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત કુલ 11 જણા કોરોનાથી સંક્રમિત થતાં આરોગ્ય વિભાગે અઠવાડિયા સુધી સ્કૂલને બંધ રાખવાની તાકીદ કરી છે. બીજી તરફ સ્કૂલમાં કોરોના વિસ્ફોટના પગલે વાલીઓમાં પણ પોતાના બાળકોને લઈને ચિંતા જોવા મળી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat