Gujarat Exclusive > દેશ-વિદેશ > મેક્સિકોમાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી 6નાં મોત, સુનામીની ચેતવણી

મેક્સિકોમાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી 6નાં મોત, સુનામીની ચેતવણી

0
425

મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં મંગળવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે, જેમાં 6 લોકોનાં મોત થયા છે. જ્યારે અમેરિકન જિયોલોજિકલ સર્વે ધ યૂએસ નેશનલ ઓસનિક એન્ડ એડમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સુનામીની ચેતવણી આપી છે.

ધ યૂએસ નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને મેક્સિકો, દક્ષિણ મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હોંડુરાસમાં ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરી છે.

મેક્સિકો સિટીમાં ભૂકંપના આંચકાની સાથે જ લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી આવ્યા હતા. ભૂકંપના આંચકા પછી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: જાસૂસી બાદ ભારત સખ્ત, પાકિસ્તાન હાઈકમિશનને 50% સ્ટાફ ઓછો કરવાનો આદેશ

યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ મેક્સિકોના ઓક્સાકામાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4ની નોંધાઈ છે. ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે, ઈમારતો પણ હલી ગઈ હતી અને ભયના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરોથી બહાર નીકળી રસ્તા પર આવી પહોંચ્યા હતા.

જાણવા મળી રહ્યુ છે કે, ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકાના પ્રશાંત તટ પર કેન્દ્રિત હતુ. હાલ કોઈ પણ પ્રકારના  મોટા નુકશાનના સમાચાર નથી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.