Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજથી અમદાવાદમાં 7 દિવસ સંપૂર્ણ લૉકડાઉન, પેરામિલિટ્રી ફોર્સ બોલાવાઈ

આજથી અમદાવાદમાં 7 દિવસ સંપૂર્ણ લૉકડાઉન, પેરામિલિટ્રી ફોર્સ બોલાવાઈ

0
1150

અમદાવાદ સહિત ગુજરાતમાં જે પ્રકારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ આજથી અમદાવાદમાં લૉકડાઉનનું સખ્તીથી પાલન કરાવવામાં આવશે અને આ માટે પેરામિલિટ્રી ફોર્સને પણ બોલાવવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને 7 થી 15 મેં સુધી દૂધ અને દવાની દુકાનોને બાદ કરતા અન્ય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પ્રમાણે, હવેથી શાકભાજી, ફળ અને કરિયાણાની દુકાનો પણ 15મીં મે સુધી બંધ રહેશે.

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ના વચગાળાના કમિશ્નર ડૉ રાજીવ ગુપ્તાએ દવા અને દૂધને છોડીને તમામ દુકાનોને 7 દિવસો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ હોમ ડિલીવરી, સ્વીગી અને ઝોમાટો જેવી સર્વિસ પર પણ રોક લગાવી દીધી છે.

ગઈકાલે AMC તરફથી આ નિર્ણયની જાહેરાત કરવાની સાથે જ અમદાવાદીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા અને દુકાનો પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત આજે રાજ્યના APL-1 રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની હાલની સ્થિતિને જોતો શહેરમાં વિતરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં અનાજ વિતરણની નવી તારીખો જાહેર કરવામાં આવશે. જ્યારે રાજ્યના અન્ય સ્થળો પર અગાઉ જાહેર થયા પ્રમાણે જ અનાજ વિતરણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર જમાલપુર છે. જ્યાં અત્યાર સુધી 728 કેસો સામે આવી ચૂક્યાં છે. જમાલપુરમાં કોરોના વાઈસના પગલે 79 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાઈરસથી જેટલા મોત જમાલપુરમાં થયા છે, તેટલા તો દેશની રાજધાની દિલ્હી અને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ નથી થયા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્રમાં કોરોનાના 1,233 નવા કેસ નોંધાયા, મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર