Gujarat Exclusive > દેશ-વિદેશ > બિહારમાં કનૈયા કુમારના કાફલા પર ફરી પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

બિહારમાં કનૈયા કુમારના કાફલા પર ફરી પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

0
153

JNU વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ અને CPI નેતા કન્હૈયા કુમારના કાફલા પર સતત હુમલાના સમાચાર આવી રહ્યા છે. હવે શુક્રવારે બિહારના આરામાં કન્હૈયાના કાફલા પર હુમલો થયો હતો. આરામાં તેમના કાફલા પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન અનેક લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

અગાઉ બિહારના જમુઈમાં કન્હૈયાના કાફલા પર ઈંડા અને ઓઈલ ફેકવામાં આવ્યો હતો. આ દરમિયાન કન્હૈયાના સમર્થકો અને સ્થાનિક લોકોમાં ઝડપ થઈ હતી. તેમના સમર્થકો અને મીડિયાકર્મીઓ વચ્ચે પણ આ દરમિયાન બોલાબાલી થઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ અને તંત્રએ મામલાને શાંત કરાવ્યુ અને કન્હૈયા કુમારના કાફલાને આગળ વધાર્યુ. જોકે, કન્હૈયાને કઈ નુકશાન ના થયુ.

અગાઉ 7 ફેબ્રુઆરીએ કટિહારમાં કન્હૈયાના કાફલા પર બૂટ-ચપ્પલ ફેકવામાં આવ્યા હતા અને સુપોલ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

જણાવી દઈએ કે, કન્હૈયા કુમાર CAA અને NRC વિરુદ્ધ ‘જન-ગણ-મન યાત્રા’ પર છે. એક મહિના સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન તે બિહારના લગભગ બધા પ્રમુખ શહેરોમાં પહોંચશે અને લગભગ 50 સભાઓ કરશે. કન્હૈયાએ આ યાત્રાની શરૂઆત 30 જાન્યુઆરીએ બેતિયાથી કરી હતી. તેમની આ યાત્રા 29 ફેબ્રુઆરીએ ખતમ થશે.

નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જજ બેભાન, કેન્દ્રની અરજી પર આદેશ મુલતવી