Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આણંદ: બોરસદના ડભાસી ગામે નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ, પોલીસનો લાઠીચાર્જ

આણંદ: બોરસદના ડભાસી ગામે નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ, પોલીસનો લાઠીચાર્જ

0
128
  • ગ્રામજનોએ પથ્થરમારો કરતાં 8 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત Police Lathi Charge

આણંદ: જિલ્લાના બોરસદ-ડભાસી હાઈવે પર નાળું બનાવવાની માંગ સાથે કરવામાં આવેલા ચક્કાજામ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. Police Lathi Charge

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના વાસદ-બગોદરા સિક્સ લેસ હાઈવે પર આવેલા ડભાસી ગામ નજીક સ્થાનિક રહીશો દ્વારા નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતા. હાલ પોલીસ દ્વારા અહીં જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને માહોલ તનાવપૂર્ણ છે. Police Lathi Charge

આ પણ વાંચો: ગુજરાતમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર, અમદાવાદ પહોંચેલા મનીષ સિસોદિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો Police Lathi Charge

જણાવી દઈએ કે, બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા સિક્સ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ના હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ ડભાસીના ગ્રામજનો દ્વારા સિક્સ લેન પર જવા માટે પ્રવેશ પોઇન્ટ આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આમ છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat