Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નારોલમાં સ્ટોન કિલિંગ, પૈસાની લેતી દેતિમાં યુવકની પથ્થર વડે માથું છુંદી હત્યા

નારોલમાં સ્ટોન કિલિંગ, પૈસાની લેતી દેતિમાં યુવકની પથ્થર વડે માથું છુંદી હત્યા

0
1

નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: શહેરમાં નારોલ વિસ્તારમાં યુવક સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સે માથા પર મોટો પથ્થર મારીને માથુ છુંદી હત્યા કરી હતી. ઘટના સ્ટોન કિલર જેવી હોવાથી આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંદ્યો હતો. નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

શહેરમાં સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ એક અવાવરું મકાનમાં પથ્થર વડે મોઢું છૂંદી દીધેલી હાલતમાં એક મૃતહેદ પોલીસને મળી આવ્યો હતો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતક યુવકની ઓળખ હાથ ધરી હતી.

જેમાં મૃતકનું નામ રાજકુમાર યાદવ હોવાનું બહાર આવ્યું હતુ. જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી તેના પરીવારજનોને ઘટનાની જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સ્ટોનથી હત્યા કરનાર આરોપીને અસલાલી હાઇવે પરથી પોલિસે પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, પોતે શંશીકાત ઉર્ફે સંતીષ રાઠોડ હતો. તેણે જ રાજકુમાર યાદવની હત્યા કરી હતી.

મૃતક રાજકુમાર અને આરોપી શંશીકાત ઉર્ફે સંતીષ રાઠોડ બંન્ને મિત્રો હતો અને પૈસાની લેતી દેતી બાબતે શંશીકાત ઉર્ફે સંતીષ રાઠોડે રાજકુમારને મળવા માટે અવાવરું મકાનમાં બોલાવ્યો હતો અને બાદમાં બંન્ને વચ્ચે પૈસાની બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે, શંશીકાત ઉર્ફે સંતીષે રાજકુમારની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat