Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સેન્સેક્સ રેકોર્ડ સ્તરે બંધ, રોકાણકારોને 1.50 લાખ કરોડનો લાભ

સેન્સેક્સ રેકોર્ડ સ્તરે બંધ, રોકાણકારોને 1.50 લાખ કરોડનો લાભ

0
81
  • સેન્સેક્સ 445.87 અંક વધીને 44523.02 ની સપાટીએ બંધ રહ્યો Stock Market

  • નિફ્ટી 50 128.70 પોઇન્ટ વધીને 13055.15 પોઇન્ટ બંધ

નવી દિલ્હી: આજે બજારમાં શાનદાર તેજી જોવા મળી. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ સ્તરે બંધ રહ્યા. બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી છે. આયશર મોટર્સના શેર વૃદ્ધિ સાથે બંધ થયા. જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટીની વાત કરીએ તો એપ્રિલથી અત્યાર સુધી નિફ્ટીમાં અંદાજે 75 ટકાની તેજી દેખાઇ છે. તજજ્ઞોની માનીએ તો આવનારા દિવસોમાં બજારોમાં તેજી ચાલુ રહી શકે છે. Stock Market

શેર બજાર શાનદાર વૃદ્ધિ સાથે બંધ

આજે શેર બજાર વૃદ્ધિ સાથે રેકોર્ટ સ્તરે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 445.87 પોઇન્ટ વધીને 44,523.02 પોઇન્ટની સપાટીએ બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 128.70 પોઇન્ટના વધારા સાથે 13,055.15 પોઇન્ટની સપાટીએ બંધ થયો છે. બીએસઈ સ્મોલ કેપ 157.05, બીએસઈ મિડ-કેપ 96.50 અને વિદેશી રોકાણકારોનો ઈન્ડેક્સ સીએનએક્સ મિડકેપ 153.60 પોઇન્ટની તેજી સાથે બંધ થયો છે. Stock Market

આ પણ વાંચો: એક્સપર્ટ્સની સલાહ અવગણી મોટા બિઝનેસમેનોને બેન્ક ખોલવાની પરવાનગી, RBIના પૂર્વ ગવર્નરે કહ્યુ- ખતરનાક

સેક્ટોરલ ઇન્ડેક્સમાં તેજી

આજે સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. બેન્ક એક્સ્ચેંજમાં સૌથી વધુ 806.54 પોઇન્ટનો વધારો જોવા મળ્યો. બેન્ક નિફ્ટી 751.60 પોઇન્ટની તેજી સાથે બંધ થયો. બીએસઈ ઓટો 341.45 અને બીએસઈ હેલ્થકેરમાં 235.65 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. બીએસઈ મેટલ 136.45, કેપિટલ ગુડ્ઝ 127.19, બીએસઈ એફએમસીજી 116.01, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 76.97, બીએસઈ આઈટી 54.85, ઓઇલ એન્ડ ગેસ 38.65, બીએસઈ પીએસયુ 33.64 અને બીએસઈ ટેક 14.71 પોઇન્ટની તેજી સાથે બંધ થયો. Stock Market

વૃદ્ધિ અને કડાકાવાળા શેર

વૃદ્ધિવાળા શેરોની વાત કરીએ તો અદાણી પોટ્સ એન્ડ એસઈજેડ 4.37 ટકાની તેજી સાથે બંધ થયો છે. એક્સિસ બેંક, આયશર મોટર્સ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં અંદાજે 4 ટકાની વૃદ્ધિ થઇ. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં 3.54 ટકાની તેજી જોવા મળી. તે સિવાય ટાઇટન કંપની 1.49 ટકા, હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન 1.48 ટકા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન 1.17 ટકા, ગેલ ઇન્ડિયા 0.94 ટકા અને શ્રી સિમેન્ટના શેરોમાં 0.77 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

રોકાણકારોને 1.50 લાખ કરોડનો ફાયદો

બજારની તેજીનો લાભ રોકાણકારોને મળ્યો છે. આંકડા મુજબ રોકાણકારોને 1.50 લાખ કરોડનો લાભ થયો છે. રોકાણકારોનો લાભ બીએસઈના માર્કેટ કેપ સાથે જોડાયેલો છે. સોમવારે બજાર બંધ થવા સુધી બીએસઈનું માર્કેટ કેપ 1,73,46,488.56 કરોડ રૂપિયા રહ્યું હતુ. જ્યારે આજે બજાર બંધ થયું તો બીએસઈનું માર્કેટ કેપ વધીને 1,74,98,012.85 કરોડ રૂપિયા રહ્યું. આ હિસાબે રોકાણકારોને 1,51,624.29 કરોડ રૂપિયાનો લાભ થયો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9