Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > કોરોનાથી બચાવશે અનોખું ફેસ શીલ્ડ, સ્માર્ટફોન સાથે થશે કનેક્ટ

કોરોનાથી બચાવશે અનોખું ફેસ શીલ્ડ, સ્માર્ટફોન સાથે થશે કનેક્ટ

0
87
  • કોરોનાથી સુરક્ષા, મ્યૂઝીકની મજા અને સાથે ફેશન પણ
  • હેન્ડ્સ ફ્રી સિસ્ટમથી સજ્જ અદ્યતન ફેસ શીલ્ડ
  • જાણો કિંમત સહિત અન્ય ફિચર્સ?

નવી દિલ્હી: દેશની મુખ્ય હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડ હેલ્મેટ્સ (Steelbird Helmets)એ આ કોરોના કાળમાં એક અનોખુ ફેસ શીલ્ડ લૉન્ચ કર્યું છે. આ ફેસ શીલ્ડ માત્ર કોરોના વાઈરસથી સુરક્ષા જ નથી પુરૂં પાડતું, પરંતુ તેમાં હેન્ડ્સ ફ્રી કનેક્ટિવિટી સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે સ્માર્ટફોન સાથે કનેક્ટિવીટી પૂરી પાડે છે. જેનાથી સરળતાથી મોબાઈલ ફોનથી કનેક્ટ કરી શકાય છે. જે કોલ સાથે મ્યૂઝીકની મજા માણવા સહિત અન્ય કનેક્ટિવિટી ફિચર્સની સુવિધા પુરી પાડે છે.

કંપનીએ આ ખાસ ફેસ શીલ્ડને IGN-1HF-Static Shield નામ આપ્યું છે. જેને સરળતાથી કોઈ પણ વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે. જેની કિંમત ભારતીય માર્કેટમાં 1,879 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેને પહેર્યા બાદ તમારે વારંવાર તમારા ફોનને સ્પર્શવાની જરૂર નહીં રહે. આ શીલ્ડમાં આપવામાં આવેલ સ્પીકર તમારા કાન પર સેટ થઈ જાય છે અને તેમાં માઈકનું ફંક્શન પણ આપવામાં આવ્યું છે. જેના થકી તમે સામાન્ય હેડફોનની જેમ જ વાત પણ કરી શકો છો.

આ પણ વાંચો: Philipsનું આ ખાસ બૉક્સ તમને કોરોનાથી બચાવશે, જાણો કેવી રીતે કરે છે કામ

કંપનીનો દાવો છે કે, આ શીલ્ડના પ્રયોગથી તમારે તમારા મોબાઈલ ફોનને વારંવાર અડવાની જરૂર નહીં પડે, કારણ કે તેમાં હેંડ્સ ફ્રીની સિસ્ટમ આપવામાં આવી છે. આ ફેસ શીલ્ડની ખાસ વાત એ છે કે, જેમાં કોઈ પણ પ્રકારની બેટરી વગેરેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ એક કેબલના માધ્યમથી તમારા મોબાઈલ ફોનથી સીધો કનેક્ટ કરી શાયા છે. આ શીલ્ડમાં આપવામાં આવેલા તમામ ફિચર્સ સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા જ છે. જેનો ઉપયોગ તમે એવા તમામ ફોનથી કરી શકો છે, જેમાં 3.5 mmનો જેક આપ્યો છે. જે મોટાભાગે તમામ સ્માર્ટફોનમાં જોવા મળે જ છે.

કોરોના સંક્રમણને જોતા માસ્કની સાથે ફેસ શીલ્ડનો પ્રયોગ પણ ચલણમાં છે. ખાસ કરીને એવી જગ્યાં, જ્યાં એકબીજા સાથે સંપર્કમાં આવવાની સંભાવના સૌથી વધુ રહે છે. તમે આ ફેસ શીલ્ડનો ઉપયોગ વરસાદમાં પણ કરી શકો છો, કારણ કે તેમાં IP5 વૉટર રેજિસ્ટેન્ટ હેન્ડ્સ ફ્રી આપવામાં આવી છે. જે પાણીમાં પલળ્યા બાદ પણ ખરાબ નથી થતું.