સમય, ઈંધણની બચત, પર્યટન અને ટ્રાફિકના ભારણને ઓછું કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર એક મોટા પ્રોજેક્ટ પર આવનાર દિવસોમાં કાર્ય કરી રહી છે. જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી 95 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરવામાં આવશે. હાલ જ્યારે સાપુતારાથી સ્ટેટ્યુ ઓફ યુનિટી જવા માટે 238 કિલોમીટરનો રસ્તો પસાર કરવો પડે છે, જેમાં પાંચ કલાકથી વધુનો સમય જાય છે.
95 કિલોમીટર સુધી નવા તૈયાર થનાર રસ્તાને કારણે પર્યટન ઉદ્યોગની ગતિ મળશે.
ગુજરાત વિદ્યાનસભામાં શુક્રવારના રોજ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાને તૈયાર કરવાના સવાલ પર રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
રિપોર્ટ અનુસાર સરકારને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી તૈયાર થનાર રસ્તા પાછળ અંદાજે 219 કરોડનો ખર્ચ થનાર છે.
Advertisement
Advertisement
Advertisement