Gujarat Exclusive > The Exclusive > ધોરણ 10ની ઓફલાઇન પરિક્ષા લેવાની તૈયારી, શિક્ષણમંત્રી મેના મધ્યમાં સમીક્ષા કરશે

ધોરણ 10ની ઓફલાઇન પરિક્ષા લેવાની તૈયારી, શિક્ષણમંત્રી મેના મધ્યમાં સમીક્ષા કરશે

0
48

 સરકારનો સ્પષ્ટ મતઃ પ્રમોશનથી ધોરણ 10માં આવેલા વિદ્યાર્થીની પરીક્ષા ન લેવાથી તેની સ્પર્ધાત્મકતા પર અસર પડશે

ગાંધીનગરઃ કોરોનાએ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગાડ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની ઓફલાઇન પરિક્ષા(Std. 10 offline Exam) લેવાની તૈયારી ચાલી રહી છે. આ અંગે શિક્ષણમંત્રી મેના મધ્યમાં પરિસ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેશે. સરકારનું કહેવું છે કે પરીક્ષા ન લેવાય તો વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મકતા પર અસર પડશે.

દેશ સહિત રાજ્યમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં કોરોનાની સ્થિતિ થાળે પડી રહી હતી. લાગતું હતું કે કોરોના હવે ખતમ થઇ ગયો. પરંતુ માર્ચ- એપ્રિલમાં કોરોના મહામારીએ ફરી માથુ ઊંચક્યું. કોવિડ-19ની બીજી લહેરે તો અગાઉના પણ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. સાથે લોકોમાં ભય પણ ફેલાઇ ગયો. જેને પગલે સીબીએસસી બોર્ડે ધોરણ 10ની પરિક્ષા રદ કરી દીધી અને ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરી દીધી. જેથી રાજ્યમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધોરણ 10ની પરીક્ષા રદ કરવાની માગ ઊઠી છે. પરંતુ સરકારે હજુ આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.

ગુજરાતમાં આશરે 12 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે. તેમની સાથે વાલીઓ પણ કોરોનાની વર્તમાન સ્થિતિને લઇ ચિંતિત છે. પરંતુ સરકારનો આવી સ્થિતિમાં પણ ઓફલાઇન પરીક્ષા યોજવાનો સ્પષ્ટ મત છે. જેના માટે શિક્ષણમંત્રી ચુડાસમા 15 મે પછી સ્થિતિની સમીક્ષા કરશે અને પરીક્ષા લેવા બાબતે નિર્ણય લઇ શકે છે. તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે.

વિદ્યાર્થીઓ પ્રમોશન લઇને ધોરણ 10માં પહોંચ્યા

સરકારી સૂત્રોથી મળેલા અહેવાલ મુજબ હાલનો ધોરણ 10નો વિદ્યાર્થી પ્રમોશન લઈને જ ધોરણ 10 સુધી પહોંચ્યો છે. આવા સંજોગોમાં જો તેની ધોરણ 10ની પરીક્ષા પણ લેવામાં ન આવે તો વિદ્યાર્થીની સ્પર્ધાત્મકતા પર અસર થાય તેમ છે. આથી ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન (Std. 10 offline Exam) લેવાનું જ સરકાર મક્કમપણે માને છે.

એકાદ મહિના પછી કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને સ્થિતિ યથાવત્ થાય પછી ધોરણ 10ની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીને પ્રમોશન આપવું સહેલું છે. પ્રમોશન આપવાથી વિદ્યાર્થીને કાયમી નુકસાન થાય છે તે ભરપાઈ થઇ શકે તેમ ન હોવાથી ઓફલાઇન પરીક્ષા લેવી આવશ્યક છે.

પરીક્ષા ન લેવાય તો ધોરણ 12માં તકલીફ

સરકારના મત મુજબ અત્યારે ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી 1થી 8માં એકમ કસોટીના આધારે ઉર્તીણ થયેલો છે. આવા સંજોગોમાં તેના વ્યક્તિત્વના વિકાસ માટે પરીક્ષા લેવાવી જરૂરી છે.પરીક્ષા ન લેવાય તો વિદ્યાર્થી ધો. 12માં લેવાતી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ માટે ઘડાશે જ નહીં. ધો. 10માં 12 લાખ વિદ્યાર્થી છે, જેમનું મૂલ્યાંકન થાય નહીં તો હોશિયાર કે મહેનત કરતા વિદ્યાર્થી સાથે અન્યાય થાય. Std. 10 offline Exam

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat