Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધો.10ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધુ 10 દિવસ લંબાવવામાં આવી

ધો.10ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધુ 10 દિવસ લંબાવવામાં આવી

0
74
  • બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે 15 માર્ચ સુધી ફોર્મ સ્વિકારવાનો નિર્ણય કરાયો
  • હજુ કેટલાંક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાથી લેવાયો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા માટેના ફોર્મ (Std.10 Exam Form)ભરવાની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ-10ના ફોર્મ 5 માર્ચ સુધી ઓનલાઈન સ્વિકારવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકયા નહીં હોવાથી બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે જ 15 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ફોર્મ સ્વિકારવાનું નક્કી કરાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે-2021માં લેવામાં આવનારી ધોરણ-10ની પરીક્ષા માટેના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે સુચના અપાઈ હતી. જોકે, હજુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો

ધોરણ-10ના આવેદનપત્રો (Std.10 Exam Form)ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ 15 માર્ચની રહેશે. અંતિમ તારીખ સુધી કોઈ પણ સમયે ધોરણ-10ના કોઈ પણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે. તે માટે અલગથી કોઈ પણ ફી આપવાની રહેશે નહીં. વિદ્યાર્થીનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ 15 માર્ચ સુધી કરી શકશે.

આ પણ વાંચો: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રૂપાણી સરકારની ભેટ

બોર્ડની વેબસાઈટ પર વિગત આપવામાં આવી છે

જો, કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કરેલી હોય અને આવેદનપત્રો (Std.10 Exam Form)ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્રો ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્રો ભરવા અંગેની તેમજ ફી ભરવા અંગેની સુચનાઓ પણ મુકવામાં આવી છે. આમ, ધોરણ-10ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે, પરંતુ તે માટે લેઈટ ફી લેવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે શૈક્ષણિક કાર્યને ગંભીર અસર થઇ હતી. વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ના થાય તે હેતુથી સરકાર દ્રારા ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરાવવામાં આવ્યું હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં તબક્કાવાર શાળાઓ શરુ કરવામાં આવી હતી. એક પછી એક ધોરણો પણ શરૂ કરાયાં હતા. જો કે હજુ ડરના કારણે વિદ્યાર્થીઓ શાળાએ આવતાં નહીં હોવાથી અપુરતી સંખ્યા રહે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat