Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ‘વાયુ’ વાવાઝોડાને લઇને અફવાથી દૂર રહો, તમારી સરકાર સતર્ક

‘વાયુ’ વાવાઝોડાને લઇને અફવાથી દૂર રહો, તમારી સરકાર સતર્ક

0
450

‘વાયુ’ વાવાઝોડુ અરબી સમુદ્રમાં થઇને કચ્છ-સૌરાષ્ટ્રમાં ત્રાટક્યુ છે. વાયુ વાવાઝોડાને લઇને અલગ-અલગ માધ્યમોમાં ખોટી અફવા ફેલાઇ રહી છે. સરકાર વાયુ વાવાઝોડાને લઇને સતર્ક છે. વાવાઝોડાને લઇને ગુજરાતના 500 ગામોને ખાલી કરવામાં આવ્યા છે. વાવાઝોડાને લઇને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. Gujarat Exclusive.In તમને આવી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે.

વાવાઝોડાને લઇને ખોટી અફવા ના ફેલાવો

વાયુ વાવાઝોડાને લઇને અલગ-અલગ માધ્યમોમાં ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવતી આવી અફવાઓની ચકાસણી કર્યા પહેલા કોઇને ફોરવર્ડ ના કરો. વાવાઝોડાને લઇને કોમનસેન્સથી વિચારવુ જોઇએ. એક ટીવી ચેનલમાં અફવા ચાલતી હતી કે એનડીઆરએફની ટીમ દંડા લઇને વાવાઝોડાને રોકી રહી છે. આટલી કોમનસેન્સ તો તમારી અંદર પણ હોવી જોઇએ.

ગુજરાતમાં 10 જૂનથી માછીમાર દરિયામાં જતા નથી

4 જૂનથી મુંબઇ મહારાષ્ટ્રના દરિયા કિનારે તેમજ 10 જૂનથી ગુજરાતમાં માછીમાર દરિયાની અંદર જતા નથી. ગુજરાતમાં તમામ માછીમાર સહી સલામત છે. સરકાર માછીમારોને યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે. માછલીના પ્રજનનનો સમય હોવાથી માછીમારો પણ આ દરમિયાન દરિયામાં માછીમારી કરવા જતા નથી.

NDRFની 47, SDRFની 11 અને આર્મીની 34 ટીમો કાર્યરત

રાજ્યમાં ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 47 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. આ જ રીતે એસ.ડી.આર.એફ.ની 11 ટીમો અને મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત આર્મીની 34 ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે.