Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી પર UDSએ 400 થી વધુ યુવાનોને આપી રોજગારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર UDSએ 400 થી વધુ યુવાનોને આપી રોજગારી

0
166
  • કર્મચારીઓને દર મહિને અપાઈ રહ્યું છે પ્રોત્સાહન

  • ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું UDSએ સન્માન કર્યું

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ભારતની અગ્રણી અને સૌથી મોટી મેનેજમેન્ટઅને બિઝનેસ સહાય પુરી પાડનારી કંપની UDSએ બુધવારે સ્ટેચ્યુ એફ યુનિટી ખાતે 400થી વધુ યુવાનોને રોજગારી પરી પાડી હતી. તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા કર્મીઓની સન્માન કર્યું હતું. Statue of Unityની સ્થાપના કેવડિયામાં કરવાનો મુખ્ય હેતુ સ્થાનિકોને રોજગારી પુરી પાડવાનો હતો. જેને UDSએ સાકાર કર્યું.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના અમુક આદિવાસીઓને રોજગારી અને સહાય ન મળી હોવાની રજુઆત પીએમ મોદીને કરી હતી.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાત સરકાર દ્વારા વાલીઓને ફીમાં 25 ટકા રાહત

બહારના લોકોને ઊંચા પગારે નોકરી આપ્યાનો આરોપ UDS

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)વિસ્તારના સ્થાનિકો સરકારી સહાય અને રોજગારી મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. તેઓનું એવું કેહવું છે કે સરકારે સ્થાનિકોની જગ્યાએ જિલ્લા બહારના લોકોને સારી પોસ્ટ ઉપર ઊંચા પગારે નોકરી અપી દીધી છે. જેની સાથે સ્થાનિકોને સફાઈ કામગીરી સોંપવામાં આવી છે. જો કે અમુક અંશે સ્થાનિક આદિવાસીઓની વાત પણ સાચી જ હતી.

Statue of Unity ની સ્થાપનાનો હેતુ સ્થાનિક રોજગારીનો હતો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કેવડિયા ખાતે કરવાનો મુખ્ય ધ્યેય સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પુરી પાડવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ધ્યેયને પાર પાડતા UDS કંપનીએ ઉચ્ચ માપદંડો જાળવી રાખીને સ્થાનિક 400થી વધુ યુવાનોને રોજગારી પુરી પાડી છે. સાથે સાથે દર મહિને કંપની દ્રારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓને સન્માનિત પણ કરાય છે.

લોકડાઉનની વિષમ સ્થિતિમાં પણ તમામ 400 કર્મીઓનાં સ્વાસ્થ્યની કાળજી રાખી અને સતત મનોબળ વધારવાનું કાર્ય UDS કંપની કરતી રહી છે. તે જ મુજબ આ મહિને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મીઓનું સન્માન કરાયું હતું.

જેમાં સિક્યુરિટી વિભાગમાંથી શૈલેષ તડવી, સેફટી વિભાગમાંથી જીકુ તડવી, હોર્ટિકલચર વિભાગમાંથી ભદ્રેશ તડવી, હાઉસ કિપિંગ વિભાગમાંથી જિતેન્દ્ર તડવી અને મમતા તડવી, એમઇપી વિભાગમાંથી સુખરામ તડવી, સિવિલ વિભાગમાંથી પંકજ તડવી, એકઝીબિશન વિભાગમાંથી નીમિષા તડવી અને બોટિંગ વિભાગમાંથી રાજેશ તડવીનું સન્માન કરાયું હતું.

આ પણ વાંચોઃ વિધાનસભાની 8 બેઠકોમાંની એક બેઠક પર કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે, કોને ટિકિટ મળી શકે?

આ પ્રસંગે રાજેશ વિચારેએ કર્મચારીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે UDS કંપની હંમેશા પોતાના કર્મીઓના ઉત્થાન માટે ઉચ્ચ માપદંડોનું પાલન કરતી રહી છે અને કરશે.