Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક “જંગલ સફારી પાર્ક” પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક “જંગલ સફારી પાર્ક” પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકાયું

0
183

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની નજીક આવેલા 375 એકરમાં વિસ્તરેલા “જંગલ સફારી પાર્ક” (Jungle Safari Park) ને ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવેલું હતું. પરંતુ નોવેલ કોરોના મહામારીને લીધે બંધ કરવામાં આવેલું “જંગલ સફારી પાર્ક” (Jungle Safari Park) 6 મહિના બાદ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. હાલ કોવીડ-19 ના સંક્રમણને પગલે કેટલીક છુટછાટો સાથે જન જીવન પૂર્વવત થઇ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સફારી પાર્ક, અભ્યારણો, નેશનલ પાર્ક વગેરે જેવા સ્થળો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકવામાં આવ્યાં છે, જે અન્વયે સરકારની કોવીડ-19 ગાઈડ લાઈન સાથે કેવડીયામાં આવેલ “જંગલ સફારી પાર્ક” (Jungle Safari Park) 1લી ઓક્ટોબર, 2020 ને ગુરૂવારના રોજથી પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકવામાં આવ્યું છે.

Jungle Safari Park

“જંગલ સફારી પાર્ક” (Jungle Safari Park) ના DFO આર.આર.નાલાએ જણાવ્યું હતું કે “જંગલ સફારી” (Jungle Safari Park) નેશનલ ઝુ ઓથોરિટી અને સરકાની મંજૂરી બાદ ખુલ્લું મુકાયું છે.પહેલા દિવસનો પહેલા કલાકમાં 48 પ્રવાસીઓને કોવીડ -19 ની ગાઈડલાઈ પ્રમાણે થર્મલ ગનથી ટેમ્પરેચર માપી સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ કરીને પ્રવસીઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો.આજથી પુનઃ ટ્રાયલ બેઝ માટે જંગલ સફારી ખુલી ગયુ છે. સવારે 8થી 5 વાગ્યા સુધી દર કલાકે 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓની એન્ટ્રીથી લઈને વિવિધ ઝોન વાઈસ 150થી વધુ કર્મચારીઓ તૈનાત છે, 10 જેટલી ઈ કાર પ્રવસીઓને અવર જવર માટે મુકવામાં આવી છે. પ્રવાસીએ એન્ટ્રી લઈને અંદર ગયા પછી ઈ-કારમાં બેસીને પહેલા ઝોનમાં ઉતારી પ્રવાસીઓ મુક્ત મને ફરી રહ્યા છે. 7 મહિનાથી ઘરમાં કેદ પ્રવાસીઓ હાલ મુક્ત મને ફરી રહ્યા છે.

Jungle Safari Park

આ પણ વાંચો: સરકારે ઓવરટાઈમના પૈસા આપ્યા વિના વધાર્યા કામના કલાકો, કોર્ટે ઝાટકણી કાઢી

જંગલ સફારી પાર્ક (Jungle Safari Park)ના મદદનીશ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને ધ્યાને લઇ “જંગલ સફારી પાર્ક’(Jungle Safari Park) માટે પ્રવાસીઓ ઓનલાઇન ટીકીટ www.sou.tickets.in પરથી બુક કરાવી શકશે. જંગલ સફારી પાર્કમાં સવારના 11:00થી સાંજના 5:00 વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં દરેક કલાકે 50 પ્રવાસીઓને એન્ટ્રી મળે એ મુજબ 50 ટિકીટનો સ્લોટ રાખવામાં આવ્યો છે.

વધુમાં રવિરાજસિંહ રાઠોડે ઉમેર્યું હતું કે, 1લી ઓક્ટોબર, 2020ના રોજ પ્રથમ દિવસે સવારના 11:00 વાગ્યા સુધીમાં 55 ટિકીટ બુક થઈ છે પ્રવાસીઓ આવવાના શરૂ થઇ ગયા છે. પ્રવાસીઓ વન્ય સુષ્ટિના વિવિધ પ્રાણીઓ જોઇને આંનદ મેળવે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેની સાથો સાથ પ્રવાસીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને સેનીટાઇઝરનો ઉપયોગ કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસના કેન્દ્રીય આગેવાન અહમદ પટેલ કોરોના પોઝિટિવ

પ્રથમ દિવસે જંગલ સફારી પાર્ક (Jungle Safari Park)ની મુલાકાત લેનારા વડોદરાના પ્રવાસી મુલાકાતી હરીશભાઇ રાજારામ ભાઇ ખાંડેકરે જણાવ્યું હતું કે જંગલ સફારી પાર્કની મુલાકાત લઇને આજે અમને પક્ષીઓ- પ્રાણીઓ જોવાનો લ્હાવો મળ્યો છે, તે જોઇને હું ખૂબ જ આનંદ અનુભવું છું. અહીંયા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સેનીટાઇઝરનો ઉપયોગ થાય તેની કાળજી રાખવામાં આવે છે.