Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતને કેશુભાઇ જેવા નેતાની જરૂર, ખોડલધામ બેઠક પહેલા નરેશ પટેલનું નિવેદન

ગુજરાતને કેશુભાઇ જેવા નેતાની જરૂર, ખોડલધામ બેઠક પહેલા નરેશ પટેલનું નિવેદન

0
165

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક સાથે આવી રહ્યો છે. ખોડલધામ-કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે. આ બેઠકને લઇને નરેશ પટેલે મોટુ નિવેદન આપ્યુ છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યુ કે, આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ફાયદો થશે. નરેશ પટેલે કહ્યુ કે, થોડા મહિના પહેલા ઉંઝા દર્શનાર્થે ગયા હતા ત્યારે કડવા પાટીદારોને આમંત્રણ આપ્યુ હતું કે તમે ખોડલધામ પધારો અને દર્શન કરો, ત્યારના મુદ્દાઓ સમાજના વિકાસના મુદાઓ હતા તે મુદ્દાઓની આજે ફરી ચર્ચા થશે.પાટીદાર સમાજમાં રાજકીય મહત્વ ઓછુ હોવાની વાત પર નરેશ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં પાટીદાર સમાજ ખુબ મોટો છે, રાજકીય રીતે વધારેમાં વધારે પ્રભૂત્વ કઇ રીતે મળે અને એડમિનિસ્ટ્રેશનમાં પ્રભૂત્વ કેમ મળે તેની ચર્ચા થશે.

નરેશ પટેલે કહ્યુ કે, પાટીદાર સમાજનું જે વર્ચસ્વ છે તેમાં કોઇ પણ કેશુબાપા પછી અમને બધાને થાય કે કેશુબાપા જેવા આગેવાન અમને મળી શક્યા નથી.ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના જવાબમાં ખોડલધામના ચેરમેને કહ્યુ કે, આગલા મુખ્યમંત્રી કોણ બને અને અમારી માંગ શું હોય તે મીટિંગ પછી નક્કી થઇ શકે.

આ પણ વાંચો: લોક જાગૃત્તિ વધારવા શહેરના પાંચ ઝોન વિસ્તારોમાં વિવિધ રોપાઓનું વિનામુલ્યે વિતરણ

આમ આદમી પાર્ટી વિશે નરેશ પટેલે કહ્યુ કે, ઇતિહાસ એમ કહે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. આપ જે રીતે દિલ્હીમાં અને બીજા સ્ટેટમાં કામ કરી રહ્યુ છે તેના પ્રચયોગો ઘણા સફળ છે. મને લાગે છે ેક આવતી ચૂંટણીમાં આપને ફાયદો થશે. પાટીદાર મોટો સમાજ છે તે કોણે સમર્થન આપે અને કોને ના આપે તે આ મંચ ઉપરથી નરેશ પટેલ ના કહી શકે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat