Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ કર્યો મોટો ખુલાસો

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ કર્યો મોટો ખુલાસો

0
6096

રાજયમાં કોરોનાના વધી રહેલા કહેર સામે સરકાર સતર્ક થઈ ગઈ છે, લોકોના ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, દિલ્હીથી આવેલા વધુ ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે અને આ ત્રણેય લોકો ભાવનગરના વતની હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેથી આ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવતા એકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે.

લોકાડઉનને લઈને શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, શહેરમાં હજી પણ ઘણા લોકો એવા છે કે, જે ચૂસ્ત પર્ણે આ લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી. કેટલાક લોકો ઘરની વસ્તુઓ લેવા માટે બહાના કરી બહાર લટાર મારતા નજરે ચઢે છે. જેથી આવા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સાથો સાથ વાહનોને હેર ફેરની તમામ પ્રકારની છુટ આપવામાં આવી છે.

ગુજરાતમાં તબલીગી જમાતને કારણે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વાહન નંબર આધારે પોલીસ ટ્રેકિંગ કરશે અને આવશ્યક ચીજ વસ્તુના બહાને લટાર મારવા જે લોકો નીકળે છે તેમના પર પગલાં લેવામાં આવશે. હવે પોલીસ વાહનોમાં પણ વિડીયોગ્રાફી શરૂ કરવામા આવશે તેમજ લોકડાઉનના સખત અમલ કરાવવા રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.

શિવાનંદ ઝાએ હેલ્થ ચેકઅપ વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું છે કે રાજ્યામાં 98000 જેટલા પોલીસકર્મીઓના હેલ્થ ચેકઅપ કરાયા છે અને બાપુનગરના શંકાસ્પદ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય ડ્રોન ફુટેજ આધારે 3080 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

સરકાર રેશન કાર્ડ ધારકોને અનાજની કીટ દુકાનદારો દ્વારા ઘરે ઘરે મોકલે તો ઘણા ફાયદા