Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દાહોદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, કોવિડ ગાઈડલાઈન્સનું કરાશે પાલન

દાહોદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, કોવિડ ગાઈડલાઈન્સનું કરાશે પાલન

0
52

દાહોદ: રાજ્યકક્ષાનાં 72માં પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી (Chief Minister Of Gujarat) વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કોરોના સંક્રમણના (Corona Virus) પગલે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા (Covid Guidelines) પ્રમાણે માત્ર મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

કોરોનાની પરિસ્થિતીમાં આમંત્રિતોની સંખ્યા પર નિયંત્રણ
પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોરોનાની (Corona Virus) સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિતિની સંખ્યા પર નિયંત્રણ રાખીને કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ કરાવશે કોવિડ-19 માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન
આ અંગે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના જણાવ્યા મુજબ, તા.૨૬ના રોજ આમંત્રિતોને સવારના ૮.૩૦ વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. માત્ર આમંત્રિતોને કાર્યક્રમના સ્થળે પ્રવેશ આપવામાં આવશે.

કોરોના વાઈરસ (Corona Virus) અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને બેઠક વ્યવસ્થા પણ તેને અનુરૂપ ગોઠવવામાં આવી છે. ખાસ ઉપસ્થિતોની સંખ્યા પણ બહુ જ મર્યાદિત રખાઈ છે. પ્રવેશ માટે બે દ્વારમાંથી માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ બાબતનું ચોક્કસાઇથી પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવશે.

આ પણ વાંચો: સરકારનું વધુ એક વખત અલ્ટીમેટમ, હવે ધો.9થી 12ના પ્રવેશની તારીખ લંબાવાશે નહીં

પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણી માટે કોલેજ ગ્રાઉન્ડ પર આવનાર આમંત્રિતો માટે કલર કોડ પ્રમાણે પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે અને એજ પ્રમાણે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેડ કલર માટે રેલવેના મેદાનમાં, ગોલ્ડન અને સિલ્વર કલર માટે પોલીટેકનિક કોલેજ તથા ઇજનેરી કોલેજના મેદાનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં (Covid Guidelines) ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આમંત્રિતો પણ પ્રવેશ વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ જરૂરી છે. આ સાથે જ માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. આ ઉપરાંત સેનિટાઇઝરના ઉપયોગથી વારંવાર હાથ સાફ કરતા રહેવું પડશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9