Gujarat Exclusive > દેશ-વિદેશ > CBI તપાસ માટે રાજ્યોની સહમતિ લેવી જરૂરી: સુપ્રીમ કોર્ટ

CBI તપાસ માટે રાજ્યોની સહમતિ લેવી જરૂરી: સુપ્રીમ કોર્ટ

0
86

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કહ્યુ છે કે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI)એ કોઇ પણ કેસની તપાસ (CBI Probe) કર્યા પહેલા તે રાજ્યની સહમતિ જરૂર લેવી પડશે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય સહમતિ પરત લેવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે તેની પૃષ્ટી કરતા કહ્યુ કે, આ જોગવાઇ બંધારણના સંઘીય ચરિત્ર અનુરૂપ છે. કોર્ટે કહ્યુ કે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના (DSPE) અધિનિયમ હેઠળ વર્ણિત શક્તિઓ અને અધિકાર વિસ્તાર માટે CBIએ કોઇ પણ કેસની તપાસ (CBI Probe) પહેલા સબંધિત રાજ્ય સરકારની સહમતિ જરૂર લેવી પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, DSPE અધિનિયમની કલમ 5 કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશોથી અલગ સીબીઆઇની (CBI Probe) શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો વ્યાપ વધારવામાં સક્ષમ બનાવે છે, પરંતુ જ્યાર સુધી DSPE અધિનિયમની કલમ 6 હેઠળ રાજ્ય સબંધિત વિસ્તારની અંદર આ રીતના વિસ્તાર માટે પોતાની સહમતિ નથી આપતું, ત્યાર સુધી આ સ્વીકાર્ય નથી. જોગવાઇ બંધારણના સંઘીય ચરિત્ર અનુરૂપ છે, જેને બંધારણની પાયાની સંરચનામાંથી એક માનવામાં આવી છે.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ બીઆર ગવઇની પીઠે આ નિર્ણય ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઇનવેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરૂદ્ધ સીબીઆઇ (CBI Probe) દ્વારા દાખલ કેસમાં સંભળાવ્યો છે. આરોપી દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યુ હતું કે કલમ 6 હેઠળ રાજ્ય સરકારની સહમતિના અભાવમાં સીબીઆઇ પાસે અંતર્ગત જોગવાઇઓને ધ્યાનમાં રાખીને તપાસ (CBI Probe) કરાવવાની કોઇ શક્તિ નથી.

ચુકાદામાં આગળ કહેવામાં આવ્યુ કે, ફરિયાદ દાખલ કર્યા પહેલા સહમતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા પુરી તપાસને (CBI Probe) સમાપ્ત કરી દેશે. બીજી તરફ રાજ્યએ તર્ક આપ્યો કે DSPE અધિનિયમની કલમ 6 હેઠળ પૂર્વ સહમતિ અનિવાર્ય નથી પરંતુ આ માત્ર આદેશ છે. જેની પર કોર્ટે કહ્યુ કે ઉત્તર પ્રદેશ રાજ્યએ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ, 1988 અને અન્ય ગુનાહિત તપાસ માટે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સીબીઆઇની શક્તિઓનો વિસ્તાર અને અધિકાર વિસ્તાર માટે સામાન્ય સહમતિ પ્રદાન કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત

જોકે, આ એક રાઇડર સાથે છે કે રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી વગર, રાજ્ય સરકારના નિયંત્રણમાં, લોક સેવકો સબંધિત કોઇ પણ કેસમાં આવી કોઇ પણ તપાસ (CBI Probe) કરવામાં નહી આવે. લોક સેવકોની તપાસ માટે અધિકારીઓને ડીએસપીઇ અધિનિયમની કલમ 6 હેઠળ રાજ્ય સરકારની અધિસૂચના દ્વારા સહમતિ આપવી જોઇએ.

કોર્ટે એમ પણ કહ્યુ કે સૂચન અને ટ્રાયલને અલગ નથી કરી શકાતા, જ્યાર સુધી કે તપાસ ગેરકાયદેસરતાને ન્યાયની નિષ્ફળતા બતાવે નહી ત્યા સુધી સુનાવણીને અલગ કરી શકાતી નથી. ગેરલાયકતાનો પક્ષપાત અથવા ન્યાયની નિષ્ફળતાના પ્રશ્ને અસર થઇ શકે છે પરંતુ સીબીઆઇની તપાસને (CBI Probe) અમાન્ય કરાવવી એ કોર્ટની ક્ષમતા સાથે કોઇ સબંધ નથી.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આઠ રાજ્યો દ્વારા સીબીઆઇ તપાસની સહમતિ પરત લેવામાં આવ્યા બાદ ઘણી મહત્વની છે. તાજેતરમાં ઝારખંડ આવુ આઠમુ રાજ્ય બન્યુ છે જેને સીબીઆઇને આપવામાં આવેલી સામાન્ય સહમતિ પરત લઇ લીધી છે. આ પહેલા કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્ર પ્રદેશ સામાન્ય સહમતિ પરત લઇ ચુક્યા છે. આ તમામ વિપક્ષ શાસિત રાજ્ય છે.