Gujarat Exclusive > આપણી જરૂરિયાત > SBIએ FD પર ઘટાડ્યો વ્યાજ દર, એકથી 2 વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર મળશે 6.4 % ઇન્ટરેસ્ટ

SBIએ FD પર ઘટાડ્યો વ્યાજ દર, એકથી 2 વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર મળશે 6.4 % ઇન્ટરેસ્ટ

0
137

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે (9 ઓક્ટોમ્બર 2019) ફિક્સ ડિપોજિટ (FD) પર વ્યાજ દરને ઘટાડી દીધો છે. બેંકના આ નિર્ણયની અસર એવા ગ્રાહકો પર પડશે જેમણે બેંકમાં ફિક્સ ડિપોજિટ કરાવી રાખ્યુ છે. 1 વર્ષથી બે વર્ષ સુધી મેચ્યોરિટી વાળી રિટેલ FD પર જમા દરોમાં 0.10 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે, હવે વ્યાજ દર 6.50થી ઘટીને 6.40 થઈ ગયુ છે.

SBIએ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગત એક વર્ષમાં રેપો રેટમાં 135 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચુક્યું છે. રેપો રેટ એ દરથી થાય જેના પર RBI બેંકને કર્જ આપે છે. સાથે બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખતા લોકોને હવે 3.50 ટકાના દરથી નહીં પરંતુ 3.25 ટકાના દરથી વ્યાજ મળશે. 2 કરોડ તથા તેનાથી વધુની FD પર વ્યાજ દરમાં 0.30 ટકા ઘટાડો કર્યો છે. જોકે,6.30થી 6.00 ટકા કરી દેવામાં આવ્યા છે. આ દર ગુરુવારે (10 ઓક્ટોમ્બર 2019) લાગુ કરવામાં આવશે.

તો બેંકના લોકોને સસ્તા લોન આપવાના ઉદ્દેશ્યથી બધા પરિપક્વતાની સમયસીમા કર્જ પર સીમાંત લાગત આધારિત વ્યાજ દર (MCLR)ને 0.10 ટકા ઓછુ કરી દેવામાં આવ્યુ છે. એક વર્ષના લોન પર જ્યારે વ્યાજના દર 8.15થી ઘટાડીને 8.05 ટકા કરી દેવામાં આવ્યો છે. જો તમે હોમ,ઓટો અને પર્સનલ લોન લેવાનું વિચારતા હોય તો સસ્તા દર પર તમને દેવુ મળી જશે.

આ ઘટાડા પર SBIએ કહ્યું, ‘તહેવારોને ધ્યાનમાં રાખતા બધી જ લીસ્ટના ગ્રાહકોને ફાયદો આપવા માટે અમે બધા પરિપક્વતા અવધિના ઋણ પર MCLR 0.10 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. બેંકે કહ્યું કે પ્રણાલીમા પર્યાપ્ત રોકડને જોતા તેને એક લાખ રૂપિયા સુધી જમા રકમ પર વ્યાજ દર 3.50 ટકા ઘટાડીને 3.25 ટકા કરી દેવામાં આવ્યુ છે.

આર્થિક મંદી વચ્ચે Mercedes-Benz લોકોની પ્રથમ પસંદ, એક જ દિવસમાં વેચાઈ 200 કારો