જકાર્તા: ઇન્ડોનેશિયામાં એક ફૂટબૉલ મેચ બાદ હિંસા ભડકી ગઇ હતી. આ હિંસામાં 129 લોકોના મોત થયા હતા જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા હતા. હારનારી ટીમના દર્શક ભડકી ગયા હતા અને પિચ પર હુમલો કરી નાખ્યો હતો. પોલીસે ઉપદ્રવિઓને કાબુમાં કરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા જે બાદ ભાગદોડ મચી ગતી અને અનેક લોકોના મોત થયા હતા.
Advertisement
Advertisement
આ ઘટના પૂર્વી જાવાના મલંગ રીજેન્સીના કંજુરૂહાન સ્ટેડિયમમાં ઇન્ડોનેશિયન લીગ બીઆરઆઇ લીગા 1ની એક ફૂટબૉલ મેચ બાદ થઇ હતી. પૂર્વી જાવા પ્રાંતમાં ઇન્ડોનેશિયાના પોલીસ પ્રમુખ, નિકો અફિંટાએ કહ્યુ કે અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ બાદ હારનાર પક્ષના સમર્થકો દ્વારા પિચ પર હુમલો કરી દીધો હતો. જે બાદ અધિકારીઓએ હુમલાખોરોને શાંત કરવા માટે ટિયર ગેસ છોડવુ પડ્યુ હતુ જે બાદ ભાગદોડ મચી ગઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે કેટલાક લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે પણ થયા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં લોકોને મલંગમાં સ્ટેડિયમની પિચ પર દોડતા જોઇ શકાય છે. આ ઘટનામાં 129 લોકોના મોત થયા હતા જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઇન્ડોનેશિયન ફૂટબોલ સંઘ (PSSI)એ એક નિવેદન જાહેર કરીને ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે અને કહ્યુ કે રમત બાદ જે કઇ પણ થયુ તેની તપાસ શરૂ કરવા માટે એક ટીમ મલંગ માટે રવાના થઇ ગઇ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ, “PSSIએ કાંજુરૂહાન સ્ટેડિયમમાં અરેમા સમર્થકોની હરકત પર દુખ વ્યક્ત કર્યુ છે. અમને દુખ છે અને પીડિતોના પરિવાર અને ઘટના માટે તમામ પક્ષોની માફી માંગીએ છીએ, તેની માટે પીએસએસઆઇએ તુરંત એક તપાસ દળની રચના કરી છે અને તુરંત મલંગ માટે રવાના થઇ ગયા છે.”
લીગને રમખાણ બાદ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. અરેમા એફસી ટીમને આ સીઝનની બાકી સ્પર્ધા માટે યજમાની કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લીગના માલિક પીટી એલઆઇબીના અધ્યક્ષ ડિરેક્ટર અખમદ હાદિયન લુકિતાએ કહ્યુ, પીએસએસઆઇના અધ્યક્ષના આદેશ મળ્યા બાદ અમે આ નિર્ણયની જાહેરાત કરી હતી. અમે બધા પીએસએસઆઇ દ્વારા આ મામલે થતી તપાસની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.
Advertisement