Gujarat Exclusive > ગુજરાત > આવતીકાલથી રાજ્યનાં 4 ઝોનમાં એસ.ટી સેવાનો પ્રારંભ, સરકારી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ

આવતીકાલથી રાજ્યનાં 4 ઝોનમાં એસ.ટી સેવાનો પ્રારંભ, સરકારી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ

0
2882

ગુજરાતમાં લોકડાઉન 4.0નાં ચોથા તબક્કામાં બસ સેવા શરૂ કરવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં નિવાસસ્થાને આજે એસ.ટી સેવા શરૂ કરવા અંગે મહત્વની બેઠક યોજાઇ. જેમાં સીએમ રૂપાણીએ પરિવહન પ્રધાન આર.સી ફળદુ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી આ બેઠક યોજી હતી. જેથી આ બેઠક બાદ એસ.ટી નિગમે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.

આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે આવતીકાલથી રાજ્યનાં 4 ઝોનમાં બસ ચલાવવામાં આવશે. એટલે કે રાજ્યનાં 4 ઝોન જેવાં કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ ચારેય ઝોનમાં આવતીકાલથી એસ.ટી બસો શરૂ કરાશે. એક તાલુકામાંથી બીજા તાલુકા સુધી બસોને દોડાવાશે જેવો એસ.ટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જો કે આ મામલે હજી એસ.ટી નિગમ દ્વારા અધિકારીક રીતે 1 કલાકમાં તેની વિગતવાર જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત એવો પણ નિર્ણય લેવાયો કે સાથે સાથે બસ સ્ટેશન પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. તેમજ બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાશે. રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટીની કુલ 88 જેટલી બસો શરૂ કરાશે.

જો કે બીજી બાજુ 18મેનાં રોજ સરકાર દ્વારા રાજ્યમાં આજથી એસટી બસ સેવાનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. છતાં સૌરાષ્ટ્રમાં આજે એસટી બસ સેવાનો પ્રારંભ થયો ન હોવાંથી સૌરાષ્ટ્રનાં એસટી બસસ્ટેન્ડમાં સવારથી જ વહેલા આવી પહોંચેલા લોકોએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. પેસેન્જર પૂછપરછ બારીએ પૂછવામાં આવતા એસ.ટીનાં કર્મચારીઓ દ્વારા સેવા શરૂ ન થઇ હોવાનું કહેવાતા લોકો પરત ફરી રહ્યાં હતાં.

એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાને લઇને પણ સરકાર દ્વારા છૂટછાટ
આ ઉપરાંત બીજી બાજુ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાનાં દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલનાં નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હતાં. આ મુલાકાત બાદ નીતિન પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હવે પાસની જરૂર નથી.

જો કે નોંધનીય છે કે, અમદાવાદ અને સુરત અંગે હજી પણ અસમંજસ છે. અમદાવાદમાં બસનાં પ્રવેશ પર પ્રતિબંધ છે તો કદાચ બહારનાં સ્ટેશન જેવાં કે ઇસ્કોન, બોપલ, સરખેજ જેવાં વિસ્તારોમાંથી બસોનું સંચાલન કરાશે કે કેમ કે પછી સમગ્ર અમદાવાદમાં બસ પર પ્રતિબંધ લગાવાશે તે હજી જોવાનું રહ્યું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS કે BRTS બસનાં સંચાલનને પણ પરવાનગી અપાઇ નથી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અમદાવાદમાં કોમ્પ્લેક્ષ, બજારોમાં ઓડ-ઈવન સિસ્ટમ, પ્રોપર્ટી નંબરમાં એકી-બેકી નંબરને આધારે દુકાનો ખોલાશે