Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આજથી ગુજરાતમાં ST બસ સેવા શરૂ, મુસાફરી કરતાં પહેલા જાણી લો રૂટ

આજથી ગુજરાતમાં ST બસ સેવા શરૂ, મુસાફરી કરતાં પહેલા જાણી લો રૂટ

0
1236

ગાંધીનગર: ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 31-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જો કે ચોથા તબક્કાના લૉકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં આજથી અમદાવાદ સિવાયના અન્ય જિલ્લાઓમાં એસટી બસ સેવાની શરૂ કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ જણાવ્યું કે, આજથી સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જો કે આંતરરાજ્ય બસ સેવા હાલ પુરતી સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા હાલ પુરતી સદંતર બંધ રાખવામાં આવશે. એસટી બસ સેવાને સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે.   ઝોન પ્રમાણે જુઓ ક્યાં-ક્યાં એસટી બસો દોડાવવામાં આવશે

ઉત્તર ઝોન
આ ઝોનમાં રાધનપુરથી હિંમતનગર બસ સેવા શરૂ થશે. આ ઉપરાંત થરાદથી હિંમતનગર, મોડાસાથી પાટણ, બેચરજીથી ખેડબ્રહ્મા સુધીનો રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

મધ્ય ઝોન
આ ઝોનમાં ગોધરા થી વડોદરા, છોટા ઉદેપુરથી ઝાલોદ, ખંભાત થી દાહોદ, ખેડા થી દાહોદ, આણંદ થી દાહોદ સુધીના રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ઝોન
આ ઝોનમાં આહવા થી ભરૂચ, વાપી થી અંકલેશ્વર, રાજપીપળાથી ધરમપુર, સોનગઢ થી સુરત અને સુરત થી વલસાડ સુધીના રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ઝોન
આ ઝોનમાં આજથી ભુજ-રાજકોટ, ભાવનગરથી રાજકોટ, અમરેલીથી વેરાવળ, જામનગરથી રાજકોટ, દ્વારકાથી રાજકોટ, અમરેલીથી બોટાદ અને સુરેન્દ્રનગરથી જૂનાગઢ વચ્ચેના રૂટ પર એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

બસમાં મુસાફરી માટે ગાઈડલાઈન
→ બસ ડેપોમાં માસ્ક પહેરેલું હશે, તો જ પ્રવેશ આપવામાં આવશે
→ બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે
→ બસમાં મુસાફરી કરનાર પેસેન્જરે બસ ઉપડવાની 30 મિનિટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે
→ બસ સ્ટેન્ડ પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે
→ બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે.
→ કોઈ પણ બસનો રૂટ કન્ટેઈનમેન વિસ્તારમાંથી પસાર થશે નહી
→ બસમાં 60 ટકા કેપેસીટી મુજબ પ્રવાસીઓને બેસાડાશે
→ મોટી બસમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસી મુસાફરી કરી શકશે.
→ બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે
→ બસમાં મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત રહેશે

(Image Caption: બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહેલા મુસાફરો)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

દેશમાં કોરોનાનો સૌથી મોટો કૂદકો, એક જ દિવસમાં 5611 નવા કેસ અને 140ના મોત