કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શારદા ચિટફંડ કૌભાંડ કેસમાં કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારને અગોતરા જામીન આપી છે. કોર્ટે જામીન અરજી મંજૂર કરતા જણાવ્યુ કે, આ કેસ એવો નથી કે, જેમાં પૂછપરછ માટે આરોપીને કસ્ટડીમાં રાખવાની જરૂરત હોય.
જસ્ટિસ એસ મુન્શી અને જસ્ટીસ એસ દાસગુપ્તાની બેન્ચે રાજીવ કુમારની અગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા જણાવ્યુ કે, જો રાજીવ કુમારે આ કેસને લઈને અટકાયત કરવામાં આવે તો, તેમને છોડી દેવામાં આવે. તેમને 50-50 હજારના બે બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. સીબીઆઈને આ કેસમાં અરજકર્તાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરૂર નથી.
સીબીઆઈ સામે આવ્યા રાજીવ કુમાર
કોર્ટે આ સુનાવણી દરમિયાન રાજીવ કુમારને પણ આદેશ આપ્યો છે કે, તેઓ સીબીઆઈ સામે હાજર થાય. કોર્ટે જણાવ્યુ કે, જો સીબીઆઈ રાજીવ કુમારને નોટિસ જાહેર કરે તો તેમને આવનારા 48 કલાકોમાં એજન્સી સામે હાજર થવું પડશે. રાજીવ કુમાર હાલ પશ્ચિમ બંગાળના CID ડિપાર્ટમેન્ટમાં એડીજીના પદ પર કાર્યરત છે.
શારદા ચિટફંડ કૌભાંડ કેસને લઈને સીબીઆઈ સતત છેલ્લા કેટલાક દિવસોથી રાજીવ કુમારની તપાસમાં લાગેલી છે. તેને માટે સીબીઆઈએ કોલકાતામાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે, પરંતુ તેમને કોઈ પુરાવા નથી મળ્યા.
શું છે આરોપ?
કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર ઉપર પુરાવા સાથે છેડછાડ કરવાનો અને આરોપીઓની મદદ કરવાનો આરોપ છે. શારદા ગ્રુપ ઓફ કંપનીએ વધારે રિટર્નનો વાયદો કરીને લાખો લોકોના 2500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. કુમાર ઉપર આ કેસના મુખ્ય પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. સીબીઆઈએ કેટલાક મહિના પહેલા તેમના ત્યાં દરોડા પાડ્યા હતા. જેને લઈને બબાલ થઈ હતી. કોલકાતા પોલીસે સીબીઆઈ ઓફિસરોની અટકાયત કરી હતી. આ ઘટના બાદ મમતા બેનેર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
આર્થિક મંદી કેમ? RBIના પૂર્વ ગવર્નર રાજને મોદી સરકારની ભૂલ દર્શાવી