સ્પૉર્ટ્સ ડેસ્ક: સિડની પોલીસે શ્રીલંકાના ઓપનર બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકાની ધરપકડ કરી છે. આ ધરપકડ તેની પર લાગેલા રેપના આરોપ બાદ થઇ છે. તે સિડનીમાં જ છે, જ્યારે બાકી શ્રીલંકન ટીમ ટી-20 વર્લ્ડકપ 2022માંથી બહાર થયા બાદ કોલંબો માટે રવાના થઇ ગઇ છે.
Advertisement
Advertisement
દાનુષ્કા પર 29 વર્ષીય મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવુ છે કે તેના ઘરે જ દાનુષ્કાએ તેનું યૌન શોષણ કર્યુ છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતની કહેવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યુ, ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા કેટલાક દિવસ વાતચીત બાદ આ બન્ને મળ્યા હતા. આરોપ લગાવવામાં આવ્યો કે 2 નવેમ્બર 2022ની સાંજે દાનુષ્કાએ મહિલાનું યૌન શોષણ કર્યુ હતુ. તે બાદ પોલીસે મહિલાના ઘરે રોજ બે પર ક્રાઇમ સીન એક્ઝામિનેશ કર્યુ હતુ. ઇન્વેસ્ટિગેશ બાદ 31 વર્ષીય દાનુષ્કાની સિડનીની સસેક્સ સ્ટ્રીટની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યુ કે ગુનાથિલકાને ટીમ હોટલથી સીધા સિડની પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો, જ્યા તેની પર પરવાનગી વગર સેક્સ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ: ભારત સેમિ ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે હારતા બહાર થયુ
ઇજાને કારણે બહાર થઇ ગયો હતો ગુનાથિલકા
ટી-20 વર્લ્ડકપ 2022માં દાનુષ્કા ગુનાથિલકા શ્રીલંકન ટીમનો ભાગ હતો. જોકે, તે અહી માત્ર એક જ મેચ રમી શક્યો હતો. તે નામીબિયા વિરૂદ્ધ પ્રથમ મેચમાં ઉતર્યો હતો. તે આ મેચમાં ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તે બાદ તે ઇજાગ્રસ્ત થઇને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો હતો, તેની જગ્યાએ અશીન બંડારાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, રિપ્લેસ થયા છતા ગુનાથિલકા ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો.
દાનુષ્કા ગુનાથિલકાએ અત્યાર સુધી શ્રીલંકા માટે 100થી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અઢી હજાર કરતા વધારે રન છે. ગુનાથિલકાએ નવેમ્બર 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, તેને 47 વન ડે, 46 ટી-20 અને 8 ટેસ્ટ મેચમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. વન ડે મેચમાં તે બે સદી પણ ફટકારી ચુક્યો છે.
Advertisement