નવી દિલ્હી: શ્રીલંકાના આર્થિક સંકટને લઇને યૂએને એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકા સંકટ વર્તમાનમાં કરવામાં આવેલા માનવ અધિકારીનું હનન, આર્થિક ગુનો અને ભ્રષ્ટાચારના દોષીઓને છૂટનું પરિણામ છે. આ દેશની તબાહીનું કારણ બન્યુ છે. સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર કમિશનર મિશેલ બૈંચલેટે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
Advertisement
Advertisement
રિપોર્ટમાં શ્રીલંકાના વર્તમાન પડકાર સામે લડવા અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ફરી ના થાય તેનાથી બચવા માટે પાયાના બદલાવનું સૂચન પણ આપવામાં આવ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ સત્રના 51માં સત્ર પહેલા જાહેર કરવામાં આવ્યુ છે. આ સત્ર 12 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી જિનેવામાં યોજાશે. આશા છે કે આ સત્રમાં શ્રીલંકાને લઇને એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવી શકે છે.
આ પ્રથમ વખત છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની ટોચની એકમે આર્થિક સંકટને શ્રીલંકાના ઘોર માનવ અધિકાર ઉલ્લંઘન સાથો જોડ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં સ્થાયી સુધાર માટે શ્રીલંકાને તે અંતર્નિહિત કારણોને ઓળખવા અને તેને દૂર કરવાની જરૂરત છે, જેમણે આ સંકટ ઉભુ કર્યુ છે. આ કારણોમાં અતીત અને વર્તમાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન, આર્થિક ગુનો અને ભ્રષ્ટાચારના દોષીઓને દંડમાં છૂટ સામેલ છે.
UNHRCમાં નવા પ્રસ્તાવનો વિરોધ કરશે શ્રીલંકા
શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના શરૂ થનારા સત્રમાં શ્રીલંકા પોતાની માનવ અધિકાર જવાબદારી પર એક નવો પ્રસ્તાવ, વિશેષ રીતે એક બહારના તપાસ તંત્રનો વિરોધ કરશે.
Advertisement