ઓલિમ્પિક રમતો આમ તો પાછલા વર્ષે માર્ચમાં જ યોજાઈ જવાની હતી. પરંતુ કોરોનાના કારણે આ વર્ષે 23 જૂલાઈ સુધી ટાળી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે ઓલિમ્પિક આયોજન ઉપર ફરીથી ખતરાના વાદળો મંડરાઈ રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. બ્રિટિશ સમાચાર ધ ટાઈમ્સે સરકારી સૂત્રોના હવાલાથી સમાચાર પ્રકાશિત કર્યા છે કે, ઓલિમ્પિક રદ્દ કરવો પડી શકે છે. સત્તાવાદી ગઠબંધનના એક વરિષ્ઠ સભ્યનું નામ લીધા વગર નિવેદન રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સભ્યનું કહેવું છે કે, પહેલા કોઈ બોલવા માટે તૈયાર નથી પરંતુ તે વાત પર બધા સહમત છે કે આયોજન કરવું ખુબ જ મુશ્કેલ છે. વ્યક્તિગત રીતે મને લાગતું નથી કે, ઓલિમ્પિક થઈ શકશે.
સ્થાનિક આયોજન કમેટીએ એક નિવેદનમાં ધ ટાઈમ્સના સમાચાર પર સીધી પ્રતિક્રિયા તો આપી નથી પરંતુ તે જરૂર કહ્યું કે, ઓલિમ્પિક રમતો જરૂર થશે અને વડાપ્રધાન યોશીહિદે સુગાએ પણ તે વાતનું સમર્થન કર્યું છે. “દેશની સરકાર, ટોક્યો મહાનગર પ્રશાસન, ટોક્યો-2020ની આયોજન સમિતિ, આઈઓસી (આંતરાષ્ટ્રીય ઓલિમ્પિક કમેટી) અને આઈપીસી (આંતરાષ્ટ્રીય પૈરાલિમ્પિક કમેટી) સહિત અમારૂ બધુ ધ્યાન આ ઉનાળામાં ઓલમ્પિક રમત કરાવવા ઉપર છે.” નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, “અમને આશા છે કે, ટૂંક જ સમયમાં રોજમર્રાનું જીવન પાટા પર પરત ફરશે, તેથી અમે બચાવ અને સુરક્ષા સાથે રમતોનું આયોજનની દરેક બનતી તૈયારીઓ કરતા રહીશું. “
વડાપ્રધાનના સહયોગી અને ડિપ્ટી મુખ્ય કેબિનેટ સચિવ માગાગુ સકાઈએ પણ ઓલમ્પિક રદ્દ થવાના સમાચારોને ફગાવી દીધા છે. તેમને કહ્યું, “એવું કશું જ નથી અને અમે આને (રિપોર્ટને) બધી જ રીતે ફગાવીએ છીએ.” ટોક્યોની ગવર્નર યૂરિકો કોઈકે શુક્રવારે પોતાની નિયમિત પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું, ” મેં તો એવું કંઈ જ સાંભળ્યું નથી. (ઓલિમ્પિક રદ્દ થવાની વાત)” તેમને તે પણ કહ્યું કે, બ્રિટિશ સમાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમને કહ્યું, “આને લઈને આપણે આપણો વિરોધ દર્શાવવો જોઈએ.”