Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું વેદપ્રકાશ ચિરિપાલ વર્ષોથી સેટિંગ થકી જ વિકાસ કરતો આવ્યો છે?

શું વેદપ્રકાશ ચિરિપાલ વર્ષોથી સેટિંગ થકી જ વિકાસ કરતો આવ્યો છે?

0
55

અમદાવાદ: નંદન ડેનિમમાં લાગેલી આગમાં ભડથું થઈ જનારા કંપનીના સાત કર્મીઓની લાશ પર પગ મૂકી કંપનીના એમડી જયોતિ ચિરીપાલ અને સીઈઓ દિપક ચિરીપાલ કેમ આસાનીથી ફરાર થઈ ગયા હતા? તેનું રહસ્ય 80ના દાયકામાં ગુજરાતમાં ભાજપના વિકાસ માટે વેદપ્રકાશ ચિરીપાલે કરેલી મદદમાં છૂપાયેલું છે.

ભાજપના ભામાશા તરીકે જાણીતા વેદપ્રકાશ ચિરીપાલથી (Vedprakash Chiripal) ભાજપ જેવો ધૂરંધર રાજકીય પક્ષ પણ એટલો દબાયેલો છે કે આગમાં સાતના મૃત્યુ થયા છતાં મુખ્યમંત્રી રૂપાણી પણ આંખ આડા કાન કર્યા હતા અને પોલીસ કે તંત્ર કંપનીના માલિકોનો વાળ પણ વાંકો કરી શક્યું નહતું. પરંતુ અહીં  પ્રશ્ન ખાય છે કે કેમ? કેમ કે ભાજપાને વર્તમાન સમયમાં પહેલાના સંબંધ સાચવ્યા હતા. પરંતુ વેદપ્રકાશ ચિરિપાલ નફ્ફટ બનીને ભાજપાનો પણ ફાયદો ઉઠાવી રહ્યો છે. ભાજપના સુત્રોની વાત માનીએ તો, ચિરીપાલે ભાજપને ચૂંટણી ફંડ આપ્યો હતો, એટલે વહીવટી તંત્ર કે પોલીસ તો છોડો પોતે મુખ્યમંત્રીને પણ ચિરીપાલના કારનામાઓને નજર અંદાજ કરવા પડી રહ્યાં છે.

એક એવો પણ આરોપ લાગી રહ્યો છે કે, દર વર્ષે ચિરીપાલની ફેક્ટરીઓમાં વારંવાર આગ લાગે છે. જેમાં નિર્દોષ લોકોના મોત થાય છે. આ પહેલા લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા ત્યારે પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, પોતે કંપની દ્વારા જ આગ લગાડવામાં આવે છે અને કરોડોના વીમા પકવવામાં આવે છે.   Vedprakash Chiripal

દેખીતી રીતે જ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ આપીને પોતાના ધંધાકીય હિતો અને લાભો જાળવી રાખનારા ઉદ્યોગપતિઓ, બિલ્ડરોની સાથે શહેરની નાની-મોટી ફેક્ટરીઓના માલિકોએ પણ 1970થી 1990ના સમયગાળામાં એવી કતારો લગાવી હતી કે, રાજકીય પક્ષો અને તેના છોટા-બડા નેતાઓ જ નહીં કાર્યકરો પણ તેમના રખેવાળ બની ગયા હતા અને આ રાજકીય ફંડ દાતાઓના ચોકીદાર પણ બની ગયા હતા.

આ જ સમયગાળામાં ચંડોળા- ઈસનપુર રોડ પર કાપડના ઉત્પાદન માટેની એક ફેક્ટરી સ્થાપીને ચિરીપાલના પરિવારે પોતાના ધંધાને વિકસાવવા અને કાયદાની ઐસી-તૈસી કરવા રાજકીય પક્ષોના કાર્યકરો અને કેટલાક કોર્પોરેટરો સાથે સંબંધો બાંધીને લાગવગ મેળવવા માટેની જાળ બિછાવી હતી. એ જાળમાં પહેલાં કોંગ્રેસ પ્રથમ સ્થાને હતી, પરંતુ કાળક્રમે કોંગ્રેસનો સૂરજ અસ્ત થતો દેખાતા ભાજપનો હાથ પકડયો હતો. Vedprakash Chiripal

આ હાથ એવો પકડયો કે, ખુદ ભાજપના કાર્યકરો- આગેવાનો પણ ખુદનો હાથ છોડાવી ન શક્યા. પહેલા ચિરીપાલે ભાજપની આંગળી પકડી અને હાલમાં હાથ એટલો મજબૂત રીતે પકડી લીધો છે કે, ભાજપ પોતે પણ તેનો પીછો છોડાવી શકતી નથી. તેથી ચિરીપાલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કાયદાઓથી બચવા રાજકીય મોડસ ઓપરેન્ડી શરૂ કરી, સૌથી પહેલાં એ જમાનાના ખાડિયાના કોર્પોરેટરોને સાધ્યા, એ પછી કાંકરિયા-બહેરામપુરાના અને પૂર્વનો કેટલોક ભાગ 1986માં મ્યુનિ. હદમાં ભેળવાતા નારોલ અને થોડાક સમય બાદ દાણીલીમડા પણ મ્યુનિ. હદમાં ભેળવાતા દાણીલીમડાના ભાજપી કોર્પોરેટરો અને કાર્યકરો માટે પણ ચિરીપાલની ઓફિસ રાજકીય જ નહીં નાણાકીય આશ્રયસ્થાન બની ગઈ.

એવું કહેવામાં આવે છે કે, 1987માં અમદાવાદમાં ભાજપનું શાસન સ્થપાયું એ સમયે ચૂંટણી જીતવા ચિરીપાલે ભાજપને જ ફંડ નહીં પણ પસંદગીના કોર્પોરેટરોને પણ વ્યક્તિગત ફંડ પૂરું પાડયું હતું. જોકે, તે વખતે કદાચ ભાજપના નેતાઓને ખબર નહીં હોય કે, તેઓ જેની મદદ લઈ રહ્યાં છે તે પોતાની સંપત્તિ વધારવા માટે ગુન્હાઓનો બેતાજ બાદશાહ બની જશે. પરિણામે ભાજપના શાસનમાં ચિરીપાલ મ્યુનિ. કોર્પોરેશનમાં કાયદાની પરવાહ નહીં કરનારા ઉદ્યોગપતિ તરીકે જાણીતા બન્યા હતા.

રાજકીય નેતાઓનો ફાયદો ઉઠાવીને ચિરીપાલ પરિવારે ઈસનપુરથી આગળ નારોલ- પીપળજ રોડ પર ડેનિમ ફેક્ટરીઓ ઊભી કરી તો એ ફેક્ટરીઓમાં ન તો મ્યુનિ. કોર્પોરેશન કે ન તો રાજ્ય સરકારે ક્યારેય કોઈ ગુના કે કોઈ કાયદાના પાલન માટે તપાસ કરી જેને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે, દર વર્ષે ફેક્ટરીઓમાં આગ લાગે કે ધડાકા થાય તો પણ ચિરીપાલને કોઈ આંગળી અડાડી શકતું ન હતું.

આ પણ વાંચો:  વેદપ્રકાશ ચિરિપાલ પર ‘લેન્ડ ગ્રેબિંગ’ની ફરિયાદ, કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ Vedprakash Chiripal

ચિરિપાલનો અગ્નિકાંડ
દર વર્ષે અગ્નિકાંડ કેમ સર્જાય છે? ગરીબો આગમાં ભૂંજાય છે. તેમના પરિવારો આખી જિંદગી રખડી પડે છે. એ આગ શાને કારણે લાગે છે? કુદરતી છે કે માનવસર્જિત ? તેની પણ તપાસ થતી નથી. આ બધા પ્રશ્નો આજની નંદન ડેનિમ ફેક્ટરી માટે પણ ઊભા થયા છે… પરંતુ પોતાના શેટિંગો  થકી  ફેક્ટરીઓની આગને રાતો-રાત ઓલવી દઈને વીમાના પૈસા તેમના સુધી પહોંચાડી દેવામાં આવે છે અને કાયદો તેમને અડી પણ શકતો નથી. શેટિંગ થકી વિકાસ

રાજકીય ફંડ અને તે પણ માનીતા પક્ષને પૂરું પાડીને કેવું તગડું રક્ષણ મળે છે અને કાયદાની બારીઓમાંથી છટકી જવાય છે. ચિરીપાલ તેનું એક જીવતું ઉદાહરણ છે. પરંતુ ચિરીપાલ એ પણ જાણી લે કે, કાયદાના હાથ હંમેશ લાંબા હોય છે એમ નહીં લાંબા રહ્યા છે. એ લાંબા થશે ત્યારે રાજકીય ફંડ પણ તમને બચાવી શકશે નહીં.

ચિરીપાલે ભાજપને હાથો બનાવી ઉઠાવ્યો તેનો ફાયદો

ભાજપના નવા નેતાઓને તો ખબર પણ નહીં હોય કે, વેદપ્રકાશ ચિરીપાલે ભાજપાને 1987થી સાંધવાની શરૂ કરી હતી.  1987માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં શાસન સ્થપાયું એ સાથે જ એ જમાનામાં ઓક્ટ્રોય હતી એ ઓક્ટ્રોયમાં ચિરીપાલને મદદ મળવા લાગી. તે સમયે પોતે ભાજપના કોર્પોરેટરો જ તેમની ટ્રકોને ઓક્ટ્રોયનાકામાં જઈ ઓક્ટ્રોય ભર્યા વિના ટ્રકો છોડાવવા લાગ્યા. 1987થી સને 2000 સુધી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપનું શાસન રહ્યું. તોયે ઓક્ટ્રોયની મદદ ઉપરાંત તેમની ફેક્ટરીમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગ, હેલ્થ કે ફાયરબ્રિગેડે પણ ચિરીપાલની ફેક્ટરીમાં પગ મૂકવાની હિંમત ન કરી. 2000થી 2005 સુધી કોંગ્રેસનું શાસન આવ્યું તો કોંગ્રેસેય ચિરીપાલને બાઇજ્જત મદદ ચાલુ રાખી.  શેટિંગ થકી વિકાસ શક્ય છે અનેે કાયદાથી પણ બચી શકાય છે તેનો નંદન ડેનિમકાંડ સાક્ષી પૂરે છે.

શું તેવામાં એક વખત ફરીથી ચિરીપાલ લેન્ડ ગ્રેબરિંગના આરોપમાંથી પોતાના શેટિંગ થકી પોતાનો આબાદ બચાવ કરી શકશે. શું ફરીથી એક વખત તે રાજકીય પક્ષોના નેતાઓના પોતાના હાથા તરીકે ઉપયોગ કરશે? આ બધા પ્રશ્નોના જવાબ સમય જ આપણને આપશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat