Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતના સૌથી મોંઘા વકીલ સુધી જેઠમલાણીની સફર પર એક નજર

ભારતના સૌથી મોંઘા વકીલ સુધી જેઠમલાણીની સફર પર એક નજર

0
3618

ગત બે સપ્તાહથી બીમાર ચાલી રહેલા દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ દેશના શ્રેષ્ઠ વકીલોમાંથી એક માનવામાં આવતા હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે અનેક હાઈપ્રોફાઈલ કેસ હાથમાં લીધી અને જીત્યા પણ. જેઠમલાણી વરિષ્ઠ વકીલ હોવાની સાથે જ કેન્દ્રીય કાનૂન મંત્રી પણ રહી ચૂક્યા છે. તો ચાલો આજે અમે તમને રામ જેઠમલાણીની જિંદગી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ…

રામ જેઠમલાણીને જન્મ પાકિસ્તાનના શિકારપુરમાં (તે વખતે ભારતનો ભાગ)માં 14 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો. તેઓ ભણવામાં ખુબ જ હોંશિયાર હતા અને તેમણે બીજા, ત્રીજા અને ચોથા ધોરણનું ભણતર એક જ વર્ષમાં પૂર્ણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, રામ જેઠમલાણીએ માત્ર 13 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કરી ચૂક્યા હતા.

જેઠમલાણીના પિતા બોલચંદ ગુરૂમુખ દાસ જેઠમલાણી અને દાદા પણ વકીલ હતી. આજ કારણે તેમનામાં પણ વકીલ બનવાનું જૂનુન જોવા મળ્યું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા બાદ ત્યાંની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને રામ જેઠમલાણી પોતાના મિત્રની સલાહ માનીને મુંબઈ આવી ગયા.

રામ જેઠમલાણીને માત્ર 17 વર્ષની ઉંમરમાં જ વકીલાતની ડિગ્રી મળી ગઈ હતી. તેઓ પોતાના પ્રથમ કેસને કારણે જ ચર્ચામાં આવ્યા હતા. જે 1959માં કેએમ નાણાવટી વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારનો હતો. જેઠમલાણીએ મુંબઈ અને દિલ્હીની કોર્ટમાં અનેક સ્મગલર્સના કેસ લડ્યા હતા. પોતાની દલીલો મારફતે તેઓ કાયમ જીતતા આવ્યા છે. 70-80ના દાયકામાં તેઓ ખુબ જ જાણીતા થઈ ગયા હતા.

કહેવાય છે કે, રામ જેઠમલાણી જિદ્દી સ્વભાવના હતા. તેઓ કોઈ પણ કેસ માટે ભારે મહેનત કરતા હતા. તેઓ સ્વતંત્ર ભારતના સૌથી મોંઘા વકીલો પૈકીના એક હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમની ફી એક કરોડ રૂપિયા સુધી પહોંચેલી છે.

પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સમગ્ર દેશમાં કોઈ વકીલ આરોપી સતવંત સિંહ અને કેહર સિંહનો કેસ લડવા તૈયાર નહતો, ત્યારે રામ જેઠમલાણીએ આ કેસ પોતાના હાથ પર લીધો હતો.

મુંબઈના ડોન હાજી મસ્તાનની અનેક સુનાવણીમાં રામ જેઠમલાણીએ રજૂઆત કરી હતી. આ સિવાય તેઓ ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં આરોપી અંસલ બંધુઓ તરફથી અને 2G કૌભાંડમાં DMK નેતા કનિમોઝીને કેસ પણ લડી ચૂક્યા છે. આટલું જ નહી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ તરફથી કોર્ટમાં હાજર થનારા પણ રામ જેઠમલાણી જ હતા. આ સિવાય ચારા કૌભાંડમાં સંડોવાયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો કેસ પણ જેઠમલાણી જ લડ્યા હતા. આ સિવાય સહારા પ્રમુખ સુબ્રતો રોય માટે સુપ્રીમ કોર્ટમાં પણ તેઓ પોતાનો પક્ષ રાખી ચૂક્યા છે. રામ જેઠમલાણી એવા કેસો પણ લડતા જે દેશના લોકોના જનમાનસના વિરોધી કેમ ના હોય? તેઓ કહેતા કે, સત્ય માટે લડવું જોઈએ. આજ કારણે તેમણે ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપી સહિત સંસદ ભવન પર હુમલાના આરોપી અફઝલ ગુરૂનો પક્ષ પણ કોર્ટમાં રાખતા હતા.

રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈ ક્રિમિનલ કેસો લડ્યા અને જીત્યા હતા. આજ કારણે તેઓ “મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ લૉયર” તરીકે ઓળખાયા હતા. રામ જેઠમલાણીએ એવા અનેક લોકોને ફાંસીના માંચડે લટકતા બચાવ્યા, જેમને આરોપી માની લેવામાં આવ્યા હતા.

રામ જેઠમલાણીની સંપત્તિ
માય નેતા ઈન્ફોના આંકડા પ્રમાણે, રામ જેઠમલાણી કુલ સાડા 29 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. તેમની પાસે માત્ર 10 લાખ રૂપિયા રોકડ હતી.

રામ જેઠમલાણીની બેંકોમાં જમા રકમની વાત કરવામાં આવે તો, તેમના ખાતાઓમાં 2 કરોડથી વધારે રૂપિયા છે. જ્યારે બોન્ડ અને તમામ રોકાણ મળીને 21 કરોડ રૂપિયાથી વધારે તેમણે રોકાણ કર્યું હતું.

રામ જેઠમલાણી પાસે 2 કાર હતી, એક મર્સિડીઝ અને બીજી હોન્ડા સિટી. બન્નેની કિંમત 26 લાખ રૂપિયા કરતા વધારે જાણવા મળી છે.

જેઠમલાણી પાસે અંદાજે 5 લાખ રૂપિયાની જ્વેલરી પણ હતી. જેમાં 5 તોલા સોનું, એક હીરાની વીંટી, એક રોલેક્સ ઘડિયાળ અને 10 કિલો ચાંદીની જ્વેલરી છે.

રામ જેઠમલાણીનો મુંબઈમાં એક આલિશાન ફ્લેટ પણ છે. જેની કુલ કિંમત અંદાજે સાડા 4 કરોડ રૂપિયા છે. આ સિવાય ગુડગાંવમાં પણ તેમનું એક ઘર છે, જેની કિંમત સવા કરોડ રૂપિયા થવા જાય છે. બેંકોમાં જમા રોકડ પર મળનારા વ્યાજ અને ઈન્વેસ્ટમેન્ટ પ્લાનથી તેમની પાસે 13 લાખ રૂપિયા હતા.

હંમેશા મોંઘા વકીલ રહ્યાં જેઠમલાણી, જાણો એક કેસની કેટલી ફી વસૂલતા?