Gujarat Exclusive > દેશ-વિદેશ > પુલવામા એટેકને થયું એક વર્ષ, શહીદોના પરિવારોને કરેલા વાયદા કેટલા પૂર્ણ?

પુલવામા એટેકને થયું એક વર્ષ, શહીદોના પરિવારોને કરેલા વાયદા કેટલા પૂર્ણ?

0
469

નવી દિલ્હી: પુલવામા હુમલાને એક વર્ષ થઈ ગયું હોવા છતાં, શહીદ મહેશકુમાર યાદવના પરિવારજનોને હજુ સુધી સુવિધાનો નથી મળી. શહીદની પત્ની સંજુ દેવીએ જણાવ્યું કે, વહીવટી તંત્ર તરફથી અમારા પરિવાર તરફ જોવામાં પણ નથી આવ્યું. રાજનેતા અને સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદા હજુ સુધી પૂરા નથી થયા. નેતાઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દોઢ એકર જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષ વીતવા છત્તા અમને જમીનનો કોઈ દસ્તાવેજ નથી મળ્યો. જનપ્રતિનિધિઓ દ્વારા શૈચાલય, સોલાર લાઈટ અને શહીદ ગેટ ઉપરાંત બાળકોના ભણતરના વાયદા કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી તેમના વાયદા પૂરા થવાની કોઈ આશા જોવા નથી મળતી.

શહીદની પત્ની સંજૂ દેવીએ જણાવ્યું કે, તેમના બન્ને બાળકો સ્કૂલે જાય છે. સંજૂ દેવીએ જણાવ્યું કે, બન્ને પુત્રો સમર અને સાહિલને તે પોતાના ખર્ચે નજીકની સ્કૂલોમાં ભણાવી રહી છે.

શહીદના ભાઈ અમરિશે જણાવ્યું કે, અમે ગામની પ્રાથમિક શાળાના સંચાલકો પાસે 14 ફેબ્રુઆરીએ પુલવામા એટેક પર બાળકો દ્વારા એક કાર્યક્રમની રજૂઆત કરી હતી. જો કે તેમણે આવા કોઈ કાર્યક્રમ કરવાનો સ્પષ્ટ ઈન્કા કરી દીધો.

શહીદના વૃદ્ધ માતા-પિતા શાંતિ દેવી અને રાજકુમાર યાદવેને એક વર્ષ થવા છતાં હજુ સુધી પેન્શન નથી મળી રહ્યું. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહીદ મહેશકુમારની માતા શાંતિ દેવીએ જણાવ્યું કે, રાજનેતા અને સરકારી તંત્ર તરફથી ગામના પ્રવેશ દ્વાર પર શહીદનો ગેટ, ગામમાં સ્કૂલ અને મેડિકલ સેવા પૂરી પાડવાનો વાયદો કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી એક પણ વાયદો પૂર્ણ નથી થયો.

એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલામાં શહીદ CRPFના જવાનના ઘરે આયોજન કરવામાં આવ્યું છે. પરિવારજનો પ્રથમ શ્રાદ્ધ, પિંડદાન કરશે અને પછી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલિ સભામાં DIG અને DM સહિત અનેક ઓફિસરો અને સમાજ સેવકો હાજર રહેશે.

‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે..!‘ IRCTCએ લગેજ રૂલ્સમાં કર્યા ધરખમ ફેરફાર, ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો