Gujarat Exclusive > The Exclusive > પાકિસ્તાનમાં આવેલું આ મહાદેવનું મંદિર છે ખાસ, અહીં સતીના યાદમાં શિવે વહાવ્યા હતા આંસુ

પાકિસ્તાનમાં આવેલું આ મહાદેવનું મંદિર છે ખાસ, અહીં સતીના યાદમાં શિવે વહાવ્યા હતા આંસુ

0
655

વિશ્વભરમાં હિંદૂ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ પૂજનીય છે. શંકર ભગવાનને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી ભગવાન શિવનો મુખ્ય તહેવાર છે. ફાગણ મહિનાની શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો દૂર-દૂરથી શિવ મંદિર આવીને ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. શિવ પ્રત્યે આવી આસ્થા અને સમર્પણ ભારતમાં જ નહી પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોઈ શકાય છે.

હાં પાકિસ્તાનમાં પણ અનેક હિન્દુ મંદિરો આવેલા છે. જેમાં કટસરાજ મંદિરનું પૌરાણિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, આ એજ મંદિર છે, જ્યાં પ્રથમ વખત દેવી સતીના મૃત્યુ બાદ ભગવાન શિહે તેમને યાદ કરતા આંસુ વહાવ્યા હતા. તો ચાલો આજે તમને આ મંદિર સાથે સંકળાયેલી આસ્થા અને વિશ્વાસની કહાની સાથે વાકેફ કરાવીએ…

ધાર્મિક માન્યતા પ્રમાણે, કટસરાજનું આ શિવ મંદિર પાકિસ્તાનના ચકવાલ ગામથી અંદાજે 40 કિલોમીટરના અંતર પર કટસ નામના સ્થળે એક પહાડ પર આવેલું છે. આ ઐતિહાસિક મંદિર અંદાજે 900 વર્ષ જૂનુ હોવાનું મનાય છે. ખાસ વાત છે કે, પાકિસ્તાનમાં રહેનારા તમામ હિન્દૂઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

કહેવાય છે કે, જ્યારે માતા સહિતએ પોતાના પિતા દક્ષના ત્યાં યજ્ઞ કુંડમાં આત્મદાહ કર્યો હતો, ત્યારે તેમના વિરહમાં ભગવાન શિવની આંખોમાંથી આંસૂ ટપક્યા હતા. જેનાથી બે કુંડ બની ગયા હતા. જેમાંથી એક કુંડનું નામ કટાક્ષ કુંડ પડી ગયું હતું. ભગવાન શિવના આંસૂઓથી જે કટાક્ષ કુંડ બન્યું, તે વિભાજન બાદ હાલ પાકિસ્તાનમાં છે. જ્યારે બીજો કુંડ ભારતમાં રાજસ્થાનના પુષ્કર તિર્થમાં આવેલો છે. કટસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ચમત્કારી પાણીથી ભરેલું છે.

આ સરોવરમાં બે રંગનું પાણી જોવા મળી છે. મંદિરમાં જ્યાં પાણી ઓછુ ઊંડુ છે, ત્યાં તે લીલા રંગનો અને ઊંડાણમાં પાણીનો રંગ આસમાની રંગનું જોવા મળે છે. મહાભારત અનુસાર, આ એજ જળ સરોવર છે, જ્યાં પાંડવો પોતાની તરસ છીપાવવા માટે એક-એક કરીને આવ્યા હતા. પાણીના આ કુંડ પર યક્ષનો અધિકાર હતો. પાણી પીધા બાદ એક પછી એક તમામ પાંડવો બેભાન થઈ ગયા. જો કે અંતમાં યુધિષ્ઠિરે યક્ષના તમામ પ્રશ્નોના સાચા જવાબ આપીને પોતાના ભાઈઓને જીવિત કરાવ્યા હતા.

ભવનાથમાં મેળાનો આજથી શુભારંભ, મહાશિવરાત્રી સુધી ગુંજશે ‘હર હર મહાદેવ‘નો નાદ