Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #KargilVijayDiwas: ‘ઓપરેશન વિજય’ના 20 વર્ષ પૂર્ણ, શહીદોના બલિદાનને સલામ

#KargilVijayDiwas: ‘ઓપરેશન વિજય’ના 20 વર્ષ પૂર્ણ, શહીદોના બલિદાનને સલામ

0
986

આજે ભારત માટે ગર્વનો દિવસ છે. આજથી ઠીક 20 વર્ષ પહેલા સરહદ પર ભારતે પાકિસ્તાનને પરાસ્ત કરીને ઘુસણખોરોને કારગીલના પહાડો પરથી પરત ખદેડ્યા હતા. ભારતના જવાનોએ પાકિસ્તાન (Pakistan) પર વિજય પ્રાપ્ત કર્યો હતો.આ દિવસને દરવર્ષે વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. લગભગ 2 મહિના સુધી ચાલેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના (Indian Army) સાહસ અને પરાક્રમ પર તમામ દેશવાસીઓને ગર્વ છે. અંદાજે 18 હજાર ફૂટની ઉંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં દેશે 527થી વધુ વીર યોદ્ધાઓ ગુમાવ્યા હતા, જ્યારે 1300થી વધુ જવાનો ઘાયલ થયા હતા.

આમ તો પાકિસ્તાને આ યુદ્ધની શરૂઆત 3 મેં 199ના રોજ કરી હતી, જ્યારે તેણે કારગિલના ઊંચા પહાડો પર 5000 સૈનિકો સાથે ઘુષણખોરી કરીને કબ્જો જમાવ્યો હતો. આ અંગેની જાણ ભારતની સરકારને થતાં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને (Pakistan Army) ખદેડવા માટે ઓપરેશન વિજય હાથ ધર્યું હતું.

ભારતીય વાયુસેનાએ (Indian Airforce) પાકિસ્તાન વિરૂદ્ધ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો હતો. જે બાદ જ્યાં પણ પાકિસ્તાને કબ્જો જમાવ્યો હતા, ત્યાં બોમ્બવર્ષા કરવામાં આવી. આ ઉપરાંત મિગ-29ની મદદથી પાકિસ્તાના અનેક ઠેકાણે આર-77 મિસાઈલો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ યુદ્ધમાં મોટી સંખ્યામાં રૉકેટ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન અંદાજે 2.50 લાખ ગોળા ફેંકવામાં આવ્યા. આ ઉપરાંત 5000 બોમ્બ ફાયર કરવા માટે 300થી વધુ મોર્ટાર, તોપો અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, બીજા વિશ્વયુદ્ધ બાદ આજ એક એવું યુદ્ધ હતું, જેમાં દુશ્મન દેશની સેના પર આટલી મોટી માત્રામાં બોમ્બવર્ષા કરવામાં આવી હોય.

રાષ્ટ્રપતિ આજે કારગિલ શહિદોને આપશે શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કારગિલ વિજય દિવસની (Kargil Vijay Diwas) 20મીં વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. તેઓ 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

20મી વર્ષગાંઠ પર મુખ્ય કાર્યક્રમ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી વિજય મશાલનું દ્રાસ સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક સુધી પહોંચાડવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 14 જુલાઈના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સેનાના સર્વશ્રેષ્ઠ નિશાનેબાજ જીતુ રાયને વિજય મશાલ સોંપી હતી.

આ મશાલ ઉત્તર ભારતના 9 મુખ્ય રાજ્યો, શહેરોમાંથી પસાર થઈને આજે દ્રાસ સ્થિત કારગિલમાં શહીદોની કર્મભૂમિ પર પહોંચશે, જ્યાં સેનાના પ્રમુખ તેને ગ્રહણ કરશે. આ માટે સેનાના મુખ્ય જનરલ બિપિન રાવત સહિત અન્ય કમાન્ડર દ્રાસ પહોંચી ચૂક્યા છે. અગાઉ 20 જુલાઈના રોજ રાજનાથ સિંહે દ્રાસમાં કારગિલ વૉર મેમેરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કારગિલ યુદ્ધનો સમગ્ર ઘટનાક્રમ

► 3 મે, 1999: એક ભરવાડે કારગિલમાં પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરી હોવાની માહિતી ભારતીય સેનાને આપી હતી.
► 5 મે: ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ માહિતી માટે કારગિલ પહોંચી, ત્યારે પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા અને તેમાંના 5ને મારી નાખ્યા.
► 10 મી મે: પહેલીવાર પાકિસ્તાની ઘુસણખોરો લદ્દાખના પ્રવેશદ્વાર દ્વાસ, કાકસાર અને મુશકોહ સેક્ટરમાં જોવા મળ્યા હતા.
► 26 મી મે: ભારતીય વાયુસેનાને કાર્યવાહી માટે આદેશ આપવામાં આવ્યો
► 27 મી મે: આ ઓપરેશનમાં IAFએ પાકિસ્તાન સામે મિગ -27 અને મિગ -29 નો ઉપયોગ કર્યો હતો, પરંતુ ફ્લાઇટ લેફ્ટનન્ટ નચિકેતાની ધરપકડ કરવામાં આવી.
► 28 મે: પાકિસ્તાન દ્વારા મિગ-17 હેલિકોપ્ટર ધ્વસ્ત કરવામાં આવ્યું, જેમાં 4 ભારતીય સૈનિકો માર્યા ગયા.
► જૂન 1: પાકિસ્તાન દ્વારા એનએચ -1એ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો
► જૂન 6: ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાત સાથે કાઉન્ટર એક્શન શરૂ કર્યું.
► 9 મી જૂન: ભારતીય સૈન્યએ બાલ્ટિક વિસ્તારમાં બે એડવાન્સ પોસ્ટો પર ફરીથી કબ્જો જમાવ્યો
► 11 જૂન: ભારતે જનરલ પરવેઝ મુશર્રફ અને સેનાના ચીફ લેફ્ટનન્ટ જનરલ અઝીઝ ખાન સાથે વાતચીતની રેકોર્ડિંગ રજૂ કરી, જેમાં ઘૂસણખોરીમાં પાકિસ્તાનના સૈન્યનો હાથ હોવાનો ઉલ્લેખ હતો
► 13 જૂન: ભારતીય સેનાએ દ્રાસ સેક્ટરમાં તોલોલિંગ પર કબ્જો જમાવ્યો
► 15 જૂન: અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પરવેઝ મુશર્રફને ફોન પર કહ્યું કે, તેઓ કારગિલ સેક્ટરમાંથી પોતાની સેનાને પરત બોલાવે
► જૂન 29: ભારતીય સૈન્યએ ટાઇગર હિલ પોઇન્ટ 5060 અને પોઇન્ટ 5100 નજીક બે મહત્વપૂર્ણ ચેકપોઇન્ટ ફરીથી કબ્જે કર્યાં.
► જુલાઈ 2: ભારતીય સેનાએ ત્રણ તરફથી કારગિલ પર હુમલો કર્યો.
► જુલાઇ 4: ભારતીય સૈન્યએ ટાઇગર હિલને પુનઃપ્રાપ્ત કર્યુ.
► જુલાઇ 5: ભારતીય સૈન્યએ ફરીથી દ્રાસ સેક્ટર કબ્જે કર્યું. આ પછી તરત જ પાકિસ્તાની વડા પ્રધાને બિલ ક્લિન્ટને કહ્યું કે, તે કારગિલથી પોતાની સેનાને પરત કરી રહ્યા છે.
► જુલાઇ 7: ભારતીય સેનાએ બટાલિકમાં સ્થિત જુબર હિલ કબ્જે કરી
► 11 જુલાઈ: પાકિસ્તાની રેન્જર્સ બટાલિકથી ઉભી પૂંછડીએ ભાગ્યા
► જુલાઈ 14: વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ “ઓપરેશન વિજય”માં જીતની જાહેરાત કરી.
► 26 જુલાઈ: તત્કાલિન વડાપ્રધાને આ દિવસને “વિજય દિવસ” જાહેર કર્યો

ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ, જાણો આ બિલની મોટી વાતો