Gujarat Exclusive > ધર્મ > જયા એકાદશી વ્રત-કથા અને મહત્વ, જાણો આજના દિવસે કેમ કરાય છે ભગવાન વિષ્ણુની પૂજા

જયા એકાદશી વ્રત-કથા અને મહત્વ, જાણો આજના દિવસે કેમ કરાય છે ભગવાન વિષ્ણુની પૂજા

0
184

હિંદૂ ધર્મમાં અગિયારસ (એકાદશી)નું ઘણું જ મહત્વ છે. જેમાં જયા એકાદશીનું વ્રત વધારે ખાસ છે. પંચાગ અનુસાર, દર મહિને બે પક્ષોમાં એક-એક એકાદશી વ્રત આવે છે. આ પ્રમાણે દર મહિને બે એકાદશી વ્રત આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત તમામ એકાદશી વ્રત મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીક એકાદશી ખુબ જ પુણ્ય આપનારી મામવામાં આવે છે. તેમાની જ એક એકાદશી એટલે જયા એકાદશી. મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે જયા એકાદશી 5 ફેબ્રુઆરીએ આવી રહી છે.

હિંદૂ ધર્મમાં જે પ્રકારે દરેક પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. એમ જ દરેક એકાદશી પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. એવી માન્યતા છે કે, એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આથી આ દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ.

માન્યતા છે કે, મહાના શુક્લ પક્ષની એકાદશી વ્રતને કરવાથી ધનની કમીનો સામનો કરી રહેલા લોકોને સમૃદ્ધિ મળે છે. આ સાથે જ મૃત્યુ બાદ ભૂત-પિશાચ જેવી યોનિ પણ પ્રાપ્ત નથી થતી. વિષ્ણુ સહસ્ત્રનામ અને વિષ્ણ સતનામ સ્ત્રોતનો પાઠ જરૂર કરો. આ સાથે જ આ દિવસે સદાચારનું પાલન કરો અને સાત્વિક ભોજન આરોગો.

જયા એકાદશીની પૌરાણિક કથા
જયા એકાદશીની કથાનું વર્ણન “પદ્મ પુરાણ”માં મળે છે. કથા અનુસાર, એક વખત દેવરાજ ઈન્દ્ર નંદનવનમાં અપ્સરાઓ સાથે ગંધર્વ ગાન કરી રહ્યાં હતા. આ ઉત્સવમાં પ્રસિદ્ધ ગંધર્વ પુષ્પદંત, તેમની કન્યા પુષ્પવતી તથા ચિત્રસેન અને તેમની પત્ની માલિની પણ ઉપસ્થિત હતા. માલિનીના પુત્ર પુષ્પનાન અને તેમના પુત્ર માલ્યવાન પણ આ ઉત્સવમાં હતા અને ગંધર્વ ગાનમાં સાથ આપી રહ્યાં હતા.

આ દરમિયાન માલ્યવાનને જોઈને ગંધર્વ કન્યા પુષ્પવતી તેના પર મોહિત થઈ ગઈ. તેણે પોતાના રુપ અને આકર્ષક નૃત્યથી માલ્યવાનને મંત્રમુગ્ધ કરી દીધો. જેને પગલે તેમના સુર, લય અને તાલમેલ બગડી ગયા. જેને ઈન્દ્ર પોતાનું અપમાન સમજ્યા અને ગુસ્સે થઈ ગયા. ઈન્દ્રએ બન્નેને શ્રાપ આપીને સ્ત્રી-પુરૂષ તરીકે મૃત્યુલોકમાં જઈને પોતાના કર્મોનું ફળ ભોગવવા કહ્યું. જે બાદ બન્ને જણાએ નીચ યોનિમાં જન્મ લીધો અને પછી પિશાચ બની ગયા. બન્ને હિમાલય પર્વત પર એક વૃક્ષ પર રહેવા લાગ્યા અને પોતાનું જીવન વ્યતિત કરતા રહ્યા. આ દરમિયાન એક દિવસ મહા મહિનામાં શુક્લપક્ષ એકાદશીની તિથિ આવી.

આ દિવસે બન્નએ નિરાહાર રહીને દિવસ પસાર કર્યો અને સાંજે પીપળાના ઝાડ નીચે પોતાના પાપની મુક્ત થવા માટે ઋષિકેશ ભગવાન વિષ્ણુને સ્મરણ કરતા રહ્યાં. આ રાત્રે બન્ને ઊંઘ્યા પણ નહી અને આ વ્રતના પ્રભાવથી આગામી દિવસે બન્નેને પિશાચ યોનિથી મુક્તિ મળી ગઈ અને તેઓ સ્વર્ગ લોકમાં પ્રસ્થાન કરી ગયા.

Vaastu Tips: ગૌ પૂજાનું વિશેષ મહત્વ, આ ઉપાયથી દૂર કરો ઘરના તમામ વાસ્તુ દોષ