Gujarat Exclusive > દેશ-વિદેશ > આખરે કેમ મનાવવામાં આવે છે ‘મજૂર દિવસ’? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આખરે કેમ મનાવવામાં આવે છે ‘મજૂર દિવસ’? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

0
372

1-મેના રોજ વિશ્વના અનેક દેશોમાં મજૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને લેબર ડે, મે દિવસ, શ્રમિક દિવસ અને મજૂર દિવસ પણ કહેવાય છે. આ દિવસ સંપૂર્ણ રીતે મજૂરોને સમર્પિત છે. આ દિવસે ભારત સહિત અનેક દેશોમાં મજૂરોની ઉપલબ્ધિ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને સલામ કરવામાં આવે છે.

આ દિવસ મજૂરોના સમ્માન, તેમની એકતા, તેમના અધિકાર અને સમર્થનમાં મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વના અનેક દેશોમાં જાહેર રજા હોય છે. આ અવસરે મજૂર સંગઠનો સાથે સંકળાયેલા લોકો રેલી અને સભાનું આયોજન કરે છે અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે છે. જો કે આ વખતે લૉકડાઉનના પગલે આ પ્રકારનું કોઈ આયોજન નહીં થઈ શકે.

◘ કેમ અને કેવી રીતે થઈ મજૂર દિવસની શરૂઆત?
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે, 1886માં અમેરિકાના એક આંદોલનથી થઈ હતી. આ આંદોલન દરમિયાન અમેરિકામાં મજૂરો કામ કરવા માટે 8 કલાકનો સમય નક્કી કરવાને લઈને આંદોલન પર ઉતર્યા હતા. 1 મે 1886ના દિવસે મજૂરો રોજ 15-15 કલાકની શિફ્ટમાં કામ કરાવવાને લઈને અને પોતાને થતા શોષણના વિરૂદ્ધ અમેરિકાના રોડ પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન કેટલાક મજૂરો પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક મજૂરોના મોત થયા અને અન્ય કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ 1889માં ઈન્ટરનેશનલ સમાજવાદી સમ્મેલનની બીજી બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો, જેમાં એલાન કરવામાં આવ્યું કે, હવેથી 1 મેંને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસે તમામ મજૂરો અને કામદારોને રજા રહેશે. આ સાથે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કામ માટે 8 કલાકનો સમય નક્કી કરવાનો પાયો નંખાયો હતો.

◘ ભારતમાં મજૂર દિવસની શરૂઆત
ભારતમાં મજૂર દિવસની શરૂઆત ચેન્નઈમાં 1 મેં 1923માં થઈ હતી. ભારતમાં લેબર કિસાર પાર્ટી ઓફ હિન્દુસ્તાને 1 મેં 1923ના રોજ મદ્રાસમાં તેની શરૂઆત કરી હતી. આજ એ અવસર હતો, જ્યારે પ્રથમ વખત લાલ રંગનો ઝંડાને મજૂર દિવસના પ્રતિક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ભારતમાં મજૂર આંદોલનની શરૂઆત હતી. જેનું નેતૃત્વ ડાબેરી અને સોશિયલિસ્ટ પાર્ટીઓ કરી રહી હતી. વિશ્વભરમાં મજૂરો સંગઠિત થઈને પોતાના પર થઈ રહેલા અત્યાચાર અને શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

સ્થાપના દિવસ વિશેષ: જાણો ગુજરાતના કેટલાક રોચક તથ્યો