Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગાંધી જયંતિ વિશેષ: જ્યારે સોમનાથ મંદિરને લઈને સરદાર પટેલે ‘બાપુ’ની સલાહ સ્વીકારી

ગાંધી જયંતિ વિશેષ: જ્યારે સોમનાથ મંદિરને લઈને સરદાર પટેલે ‘બાપુ’ની સલાહ સ્વીકારી

0
276

પ્રભાસ પાટણ: રાષ્ટ્રપિતા (Father Of Nation) મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની જન્મ જયંતિ (Gandhi Jayanti) આજે એટલે કે 2 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક મનાવાય છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. એવામાં ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના (Somnath Temple) નિર્માણ માટે તેમના સહયોગની વાત જાણવી રસપ્રદ રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર કરીને નવું મંદિર સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો હતો. આ સમયે ગાંધીજીએ સરદાર પટેલને સલાહ આપી હતી કે, આ કાર્ય માટે પ્રજા પોતે જ સંપૂર્ણ ખર્ચ ભોગવે તો તે યોગ્ય રહેશે.

સરદાર પટેલે મહાત્મા ગાંધીની આ સલાહ સ્વીકારી અને સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. જો કે આ બન્ને મહાન નેતાઓ સોમનાથ મંદિરનું નિર્માણ થયા બાદ મંદિર કેવું બન્યું? તે જોઈ નહતા શક્યાં.

ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1902ના અંતમાં જ્યારે મહાત્મા ગાંધી ત્રીજી વખત દક્ષિણ આફ્રિકા ગયા, તે પહેલા તેમની પાસે એક કેસ આવ્યો હતો. આ કેસના પગલે મહાત્મા ગાંધીને વેરાવળ જવું પડ્યું હતું.

આ પણ વાંચો: IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબના કારમા પરાજય પાછળના મુખ્ય 3 કારણો

બાપુના અસ્થિનું સોમનાથના ત્રિવેણી સંગમમાં વિસર્જન
રાષ્ટ્રપિતા “બાપુ”ના અસ્થિ કળશને સોમનાથના ત્રિવેણી સંગમ નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું છે. તે સમયે અહીં વસ્તી ઘણીં ઓછી હતી. કૉમ્યુનિકેશનના સાધનો પણ નહતા. ન્યૂઝ પેપર પણ સાંજે અથવા તો બીજા દિવસે આવતા હતા. તે સમયે સમાચારનું એકમાત્ર માધ્યમ રેડિયો જ હતું અને તે પણ દરેક જણના ઘરે નહતો.

મોટા બૉક્સ ટાઈપ રેડિયો તે સમયે પ્રચલિત હતા. મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળીને સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. ગાંધીજીના અસ્થિ કળશ કુંભને લગભગ 12 ફેબ્રુઆરી, 1948ના રોજ વેરાવળથી સોમનાથમાં લાવવામાં આવ્યું હતું.

જ્યાં રામધૂન અને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પીને સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં “મહાત્મા ગાંધી અમર રહો” અને પવિત્ર વેદ-મંત્રોચાર સાથે બાપુના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગાંધીજી વિશે કેટલીક વાતો
ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. મહાત્મા ગાંધીને વિશ્વ પટલ પર અહિંસાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. અહિંસાના માર્ગે આંદોલન કરીને દેશને સ્વતંત્રતા અપાવનાર બાપુ આજે પણ લોકોના દિલમાં જીવિત છે.

કેવી રીતે મનાવાય છે ગાંધી જયંતી?
ગાંધી જયંતીના દિવસે લોકો નવી દિલ્હી સ્થિત રાજઘાટ પર જઈને ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ દિવસે જાહેર રજા હોય છે. તમામ સ્કૂલો અને કચેરીઓમાં ગાંધી જયંતીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનાવાય છે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે લોકો ઘરોમાં જ રહીને ગાંધી જયંતી ઉજવશે, પરંતુ લોકોનો ઉત્સાહ પહેલાની જેમ જ જળવાઈ રહ્યો છે.