Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > એરફોર્સ ડે: ભારતીય વાયુસેનાની આ વાતો જાણીને તમને થશે ગર્વ

એરફોર્સ ડે: ભારતીય વાયુસેનાની આ વાતો જાણીને તમને થશે ગર્વ

0
507

દેશ 87માં એરફોર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. 8 ઓક્ટોબર, 1932માં ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને એરફોર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. 1 એપ્રિલ, 1933માં ઇન્ડિયન એરફોર્સની પ્રથમ રચના થઇ હતી જેમાં 6 RAF- ટ્રેડ ઓફિસર અને 19 હવાઇ સિપાહીઓને શામેલ કરવામાં આવ્યા હતા. જેમને 4 વેસ્ટલેન્ડ વાપિતિ IIA એરક્રાફ્ટ જે સેન્ય સહયોગ વિમાન છે આપવામાં આવ્યા હતા.દર વર્ષે ઇન્ડિયન એરફોર્સની ટેકનોલોજી અને ક્ષમતામાં સતત સુધાર કરવામાં આવ્યો. હવે આ દુનિયાની સૌથી શક્તિશાળી અને મોટી વાયુસેનામાં શામેલ છે.દરમિયાન અમે તમને ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવી રહ્યાં છીએ.

એરફોર્સના પ્રથમ ચીફ, એર માર્શલ સર થોમસ ડબલ્યૂ એલ્મહર્સ્ટ
આઝાદી બાદ એરફોર્સને આર્મીથી આઝાદ કરવાનો શ્રેય ઇન્ડિયન એરફોર્સ પહેલા કમાન્ડર ઇન ચીફ, એર માર્શલ સર થોમસ ડબલ્યૂ એલ્મહર્સ્ટને જાય છે.એલ્મહર્સ્ટ આઝાદી બાદ ભારતના પ્રથમ ચીફ બન્યા હતા. મહત્વપૂર્ણ છે કે આઝાદી પહેલા એરફોર્સ પર આર્મીનું નિયંત્રણ હોતુ હતું. એલ્મહર્સ્ટ 15 ઓગસ્ટ, 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી પોતાના પદ પર બન્યા રહ્યાં હતા.

સુબ્રતો મુખર્જી તરીકે મળ્યા ભારતીય ચીફ
1 એપ્રિલ 1954માં ઇન્ડિયન એરફોર્સના કમાન્ડર ઇન ચીફનું પદ ખતમ થઇ ગયુ અને એર માર્શલ સુબ્રતો મુખર્જીને ઇન્ડિયન એરફોર્સના પ્રથમ ભારતીય ચીફ બનવાનું ગૌરવ મેળવ્યુ.

વિશ્વનું ચોથુ સૌથી મોટુ એરફોર્સ
આશરે 1,70,000 કર્મચારીઓ અને 1500 એરક્રાફ્ટ સાથે ઇન્ડિયન એરફોર્સ ચોથી સૌથી મોટી વાયુસેના છે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયાનો નંબર આવે છે. શક્તિશાળી એરફોર્સની વાત કરીએ તો વિશ્વની સાતમી સૌથી શક્તિશાળી એરફોર્સ માનવામાં આવે છે.

એરફોર્સનું આદર્શ વાક્ય ગીતામાંથી લેવામાં આવ્યુ છે.  ‘નભ: સ્પૃશં દીપ્તમ’, એરફોર્સનો આદર્શ વાક્ય છે જેને ગીતાના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યુ છે.

ઇન્ડિયન એરફોર્સના 7 કમાંડ
– હેડક્વાર્ટર સેન્ટ્રલ એર કમાંડ, ઇલાહાબાદ
– હેડક્વાર્ટર ઇર્સ્ટન એર કમાંડ, શિલોન્ગ
– હેડક્વાર્ટર વેસ્ટર્ન એર કમાંડ, નવી દિલ્હી
– હેડ ક્વાર્ટર સાઉથ-એર કમાંડ, તિરૂઅનંતપુરમ
– હેડ ક્વાર્ટર સાઉથ-વેસ્ટર્ન એર કમાંડ, ગાંધીનગર
– હેડ ક્વાર્ટર મેટિનેન્સ કમાંડ, નાગપુર
– હેડ ક્વાર્ટર ટ્રેનિંગ કમાંડ, બેંગલુરૂ

વિદેશી જમીન પર એરબેસ
દેશમાં એરફોર્સના 50થી વધુ એરબેસ છે જ્યાંથી દુશ્મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે અને દેશી સુરક્ષા કરવામાં આવે છે. તાજિકિસ્તાનનો ફારખોર એરબેસ વિદેશી જમીન પર ભારતનું પ્રથમ એરબેસ છે. આ એરબેસની જવાબદારી ભારત-તજિકિસ્તાન મળીને સંભાળે છે.

એરફોર્સના સુપર હીરો
ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખો: 1971ના યુદ્ધમાં નિર્મલજીત સિંહની બહાદુરીના કિસ્સા દેશ આજે પણ યાદ કરે છે. નિર્મલજીત આ યુદ્ધમાં શહીદ થયા હતા. તે એરફોર્સના પ્રથમ અને અંતિમ અધિકારી હતા જેમણે પરમવીર ચર્ક મેળવ્યુ છે, તેમણે મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યુ હતું.

માર્શલ અર્જન સિંહ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંહે દુશ્મનને હરાવ્યા હતા. કેટલીક પેઢીઓના હીરો રહેલા માર્શલ અર્જન સિંહ એરફોર્સના એકમાત્ર ઓફિસર છે જેમણે 5 સ્ટાર રેન્કથી નવાજવામાં આવ્યા હતા.

એર માર્શ પદ્માવતી બંધોપાધ્યાય: ઇન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા એર માર્શલ હોવાનું ગૌરવ પદ્માવતી બંધોપાધ્યાયને મળ્યુ છે.

માત્ર યુદ્ધ જ નહી સેવામાં પણ નંબર વન
ઇન્ડિયન એરફોર્સે જંગના મેદાનમાં નામ કમાયુ છે. ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન પવન જેવા તમામ અભિયાન જેને દુનિયાની સૌથી ખાસ ફોર્સમાં શામેલ કરે છે. માત્ર આટલુ જ નહી જો નાગરિકોની રાહતની પણ વાત થાય છે તો એરફોર્સ સૌથી આગળ છે. યમનથી ભારતીયોને બહાર કાઢવાની વાત હોય અથવા કેદારનાથમાં ફસાયેલા શ્રદ્ધાળુઓની દરેક વખતે એરફોર્સે સારૂ કામ કરી બધાની પ્રશંસા મેળવી છે.

 

ગુજરાત એક્સક્લૂઝિવની ગુજરાતી ભાષામાં ધારદાર રજૂઆત હવે હિન્દી અને અંગ્રેજીમા પણ