Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિન

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિન

0
120
  • આનંદીબેનની શિક્ષિકામાંથી રાજ્યપાલ બનવા સુધીની સફર પર એકનજર

Anandiben Birthday Special: આનંદીબેન પટેલ (Anandiben Patel)હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી (First Woman Chief Minister Of Gujarat) પણ રહી ચૂક્યાં છે. આનંદીબેનને Iron Lady ની ઉપમાં આપવામાં આવી છે. જેના પાછળ અનેક કારણો છે. આનંદીબેનના જીવન સફળ વિશે જાણ્યા બાદ તેમને આપવામાં આવેલી આ ઉપમા એકદમ સટિક સાબિત થઈ જશે.

આ માટે આપણે 1987થી શરૂ કરવું પડશે. અમદાવાદ સ્થિત મોહિનીબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ પ્રવાસ માટે નારેશ્વર ગઈ હતી. જ્યાં નર્મદા નદી ખળખળ કરતી વહે છે. અહીં ગ્રુપની બે છોકરીઓ નદીમાં તણાવા લાગી, એટલામાં આચાર્ય આનંદીબેન (Anandiben Patel) નજર પડતા જ તેમણે પાણીમાં છલાંગ લગાવી અને બન્ને છોકરીઓને ખેંચીને કિનારે લઈને આવ્યાં.

આ માટે ગુજરાત સરકારે તેમને (Anandiben Patel) બહાદૂરીનો એવોર્ડ પણ આપ્યો હતો. આજ વર્ષે સ્કૂલના આચાર્ય આનંદીબેન પટેલને ભાજપની મહિલા વિંગમાં (BJP Women Wing)સામેલ કરવામાં આવ્યા.

આનંદીબેન પટેલે (Anandiben Patel) 1970થી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકથી તેઓ ભાજપના મહિલા મોર્ચાના (BJP Women Wing) નેતા બન્યા અને પછી ગુજરાતના મુખ્યમંત્રીની (First Woman Chief Minister Of Gujarat) ખુરશી પર બેઠા.

21 નવેમ્બરે 1941ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખરોડ ગામમાં તેમનો (Anandiben Patel) જન્મ થયો હતો. તેમનો પરિવાર ગાંધી મૂલ્યો પર વિશ્વાસ કરતો હતો. તેમના પિતા જેઠાભાઈ એક સમૃદ્ધ ખેડૂત હતા અને પોતાના હાથે જ બનાવેલા કપડા પહેરતા હતા. જેઠાભાઈના વિચારોની અસર આનંદીબેન પર પણ પડી.

બાળપણથી જ આનંદીબેન પટેલ (Anandiben Patel) અભ્યાસમાં હોંશિયાર હતાં. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની જ શાળામાં પૂર્ણ કર્યું હતું. જે બાદ વધુ અભ્યાસ પિલવાઈ ખાતે કર્યો હતો. આનંદીબેને શિક્ષણમાં MSC M.Edમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે.

ભાજપમાં સામેલ થયા બાદ તેઓ (Anandiben Patel) પ્રથમ એવા મહિલા નેતા બન્યા હતા, જેમણે શ્રીનગરના લાલચોકમાં 26 જાન્યુઆરી 1992ના રોજ તિરંગો ફરકાવ્યો હતો.

તેઓ એકતા યાત્રા સાથે કાશ્મીર પહોંચ્યા હતા. તે સમયે તેમની સાથે મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ હાજર હતા. જે બાદ તેઓ સક્રિય રીતે રાજકારણમાં આવી ગયા. 1994માં તેઓ રાજ્યસભા પણ પહોંચ્યા.

આ પણ વાંચો: રાજકોટ: કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, શહેરમાં નવા ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા

ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં આનંદીબેને (Anandiben Patel) શિક્ષા અને મહિલા-બાળ વિકાસ મંત્રી તરીકે પણ ફરજ બજાવી. 1998માં તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2007માં તેઓ ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ 2014 સુધી માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા વિવિધ મંત્રાલયોની જવાબદારી સંભાળી.

2014માં જ્યારે નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાતનું સુકાન આનંદીબેનને સોંપીને પોતે દિલ્હી જતા રહ્યાં. આનંદીબેન પટેલ 24 મે, 2014થી 6 ઓગસ્ટ, 2016 સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી. 2018માં તેઓ (Anandiben Patel) મધ્ય પ્રદેશના રાજ્યપાલ પણ બન્યા. 2019માં આનંદીબેને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળી લીધી.

આનંદીબેનના લગ્ન મફતભાઈ પટેલ સાથે થયા છે અને તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પુત્રનું નામ સંજય પટેલ છે, જ્યારે પુત્રીનું નામ અનાર પટેલ છે.