Gujarat Exclusive > દેશ-વિદેશ > નીરવ મોદીને જેલમાં આપવામાં આવશે એ-વન સુવિધા, ત્રણ વર્ગમીટર જગ્યા સાથે સ્પેશ્યલ પથારી

નીરવ મોદીને જેલમાં આપવામાં આવશે એ-વન સુવિધા, ત્રણ વર્ગમીટર જગ્યા સાથે સ્પેશ્યલ પથારી

0
51

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ડાયમંડ વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણના પક્ષમાં એક બ્રિટિશ અદાલતે નિર્ણય આવતાની સાથે જ મુંબઈની આર્થર રોડ જેલે તેને રાખવા માટે એક સ્પેશ્યલ સેલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. એક અધિકારીએ શુક્રવારે તેની જાણકારી આપી છે. તે અંતર્ગત નીરવ મોદીને જેલમાં સ્પેશ્યલ સુવિધાઓ આપવામાં આવશે. આ હેઠળ તેમને જેલમાં સંપૂર્ણ પથારી આપવામાં આવશે. તે ઉપરાંત તેમની ચીજ-વસ્તુઓ રાખવા માટે પણ સુવિધા કરી આપવામાં આવશે.

જેલ અધિકારીઓએ જણાવ્યું કે, નીરવવ મોદીને અહીં લાવ્યા પછી તેને ઉચ્ચ સુરક્ષાવાળી બેરક નંબર 12ના ત્રણ સેલમાંથી એકમાં રાખવામાં આવશે. તેમને કહ્યું કે, જેલમાં નીરવ મોદીને રાખવાની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. પ્રત્યાર્પણ પછી જ્યારે પણ તેને ભારત લાવવામાં આવશે, જેલની કોઠરી તેના માટે તૈયાર છે.

બ્રિટનના એક ન્યાયાધીશે ગુરૂવારે કહ્યું કે, નીરવ મોદીએ તેમના વિરૂદ્ધ ચાલી રહેલા કેસમાં ભારતીય અદાલતો સામે જવાબ આપવા પડશે અને એવો કોઈ જ પુરાવો નથી જેનાથી સંકતે મળતા હોય કે ભારતમાં તેમના કેસની નિષ્પક્ષ સુનાવણી થશે નહીં. નીરવ મોદી પ્રત્યાર્પણ વિરૂદ્ધ લગભગ બે વર્ષની પોતાની લડાઈ હારી ગયા છે. આરોપોના કારણે તેને વાંર-વાર જમાનતથી વંચિત રહેવું પડ્યું અને તે માર્ચ, 2019માં ધરપકડ પછી લંડનની એક જેલમાં છે.

અધિકારીઓએ કહ્યું કે, જો નીરવ મોદીને બેરકમાં રાખવામાં આવશે તો તેને ત્રણ વર્ગમીટર સ્થાન મળશે અને ત્યાં બેડશીટ, ગાદલું, ઓશિકું, રજાઈ આપવામાં આવશે. જેલ વિભાગે જણાવ્યું કે, પર્યાપ્ત હવા-ઉજાશ અને સામાન રાખવા માટેની સુવિધા આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat