Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid19: સ્પેનના ડે.PM પણ કોરોના પોઝિટિવ, લાશો સાથે રહેવા માટે લોકો મજબૂર

Covid19: સ્પેનના ડે.PM પણ કોરોના પોઝિટિવ, લાશો સાથે રહેવા માટે લોકો મજબૂર

0
293

મૈડ્રિડ, સ્પેન દુનિયાનો ચોથો દેશ છે, જ્યાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે મોતના મામલાઓમાં તો આ દેશ ચીનને પાછળ છોડીને નંબર બે પર પહોંચી ગયો છે. સ્પેનમાં માત્ર ગઈકાલના દિવસમાં જ કોરોના સંક્રમણના 7457 નવા કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી 49515 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અહી બુધવારે કોરોનાથી 656 મોતો થઇ, જેથી કુલ મોતોનો આંકડો વધીને 3647 થઇ ગયા છે. તો સ્પેનના ઉપ મુખ્યમંત્રી કાર્મેન કાલ્વોનો પણ કોરોના સંક્રમણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

કાર્મેન કાલ્વોનો મંગળવારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બુધવારે રાત્રે આવેલા રિપોર્ટમાં તેઓ કોરોના વાયરસ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. મળી રહેલી જાણકારી અનુસાર 62 વર્ષિય કાર્મેન કાલ્વો ચાર દિવસોથી બિમાર હતા અને તેઓ સેલ્ફ આઈસોલેશનમાં પણ ચાલ્યા ગયા હતા.

લાશો સાથે રહી રહ્યાં છે લોકો

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે સ્પેનમાં સ્પેનમાં લોકો લાશો સાથે રહેવા માટે મજબૂર બન્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે થયેલા લોકોના મોત વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે.

ઓલ્ડ એજ હોમમાંથી મળ્યા 19 મૃતદેહ

આનાથી પહેલા મેડ્રિડના મોન્ટે હર્મેસો ઓલ્ડ એજ હોમમાંથી 19 મૃતદેહ મળી આવ્યા હતા. તે પછી સ્પેનમાં વર્તમાન રિટાયરમેન્ટ હોમ્સની પરિસ્થિતિને લઈને પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે. આ ઓલ્ડ એજ હોમમાં 130થી વધારે લોકો રહી રહ્યાં હતા જેમાંથી 70 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 19માંથી 15 લોકોના મોત કોરોનાના કારણે થયું છે.